હત્યારો પતિ ઝડપાયો:ધરમપુર તાલુકામાં પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થયેલો પતિ ધરમપુર એસટી ડેપો પરથી ઝડપાયો, ઘરકંકાશમાં કરી હતી હત્યા

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીએ માતાની હત્યા કરનાર પિતા સામે ધરમપુર પોલીસ મથકે FIR નોંધાવી હતી
  • નાસિકમાં રહેતી દીકરીને તેની માતાની ઘરમાં હત્યા કરેલી હાલતમાં લાશ હોવાની પિતાએ જ જાણ કરી હતી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડાના ઉપલા ફળિયામાં રહેતા એક દંપતી એકલું રહેતું હતું. 20 જુનની રાત્રીએ પતિ પત્ની વચ્ચે થયેલા કંકાશને લઈને ગુસ્સામાં પતિએ પત્નીને માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા નિપજાવી હતી. આરોપીએ નાસિક રહેતી તેમની દીકરીને ઘટનાની જાણ કરી ફોન સ્વીચ ઓફ કરી આરોપી ફરાર થઇ ગયો હતો. દીકરીએ માતાની હત્યા કરનાર પિતા વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસે દીકરીની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં બાતમીદારોની મદદ વડે ધરમપુર એસટી ડેપી ખાતેથી હત્યાર પતિની ધરપકડ કરવામાં આવી હતી.

સામાન્ય ઘરકંકાશમાં હત્યા નિપજાવી હતી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ખાતે રહેતા રામચંદ જાનુભાઈ પાડવી તેની પત્ની જમનાબેન સાથે રહેતા હતા. તેમના પરિવારમાં 3 સંતાનો પૈકી 2 દીકરા વડોદરા અને સુરત ખાતે રહે છે. જ્યારે દીકરી નાસિક ખાતે તેના સાસરે રહે છે. 20 જુનની રાત્રીએ જમનાબેન અને રામચંદ્ર વચ્ચે કોઈક વાતથી ઝઘડો તકરાર થયો હતો. જેમાં ગુસ્સે ભરાયેલા રામચંદ્ર ભાઈએ જમનાબેનને નજીકમાં પડેલા લાકડાના ફટકા મારી ઇજાગ્રસ્ત હાલતમાં તડપતી છોડી રામચંદ ઘરેથી ભાગી ગયો હતો. સમયસર જમનાબેનને પ્રાથમિક સારવાર મળી ગઈ હોતે તો જમનાબેનનો જીવ બચી શક્યો હોત. લાશને ઘરમાં મૂકી રામચંદ્ર પાડવી ફરાર થઇ ગયો હતો. ઘરની બહારથી દીકરી નિમળાંને ફોન કરી તેની માતા સાથે થયેલા ઝઘડા અંગે વાત કરી હતી. અને જમનાબેનને માથાના ભાગે લાકડાના ફાટક મારી ઇજા પહોંચાડી હોવાની જાણ કરી હતી.

દીકરીને ફોન કરી પત્નીની હત્યાની જાણ કરી
ઘરથી થોડે દુર જઈને નાસિક રહેતી દીકરીને ફોન દ્વારા ઘટનાની જાણ કરી દીકરીને સવારે ઘરે જવા જણાવ્યું હતું. દીકરી નિર્માળાએ મંગળવારે પીપલપાડા ખાતે આવેલા ઘરે જઈને ચેક કરતા તેની માતા જમનાબેનની હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી ઘટના અંગે નિર્માળાએ ગામના અગ્રણીઓ અને ધરમપુર પોલીસને જાણ કરી હતી. દીકરી નિર્માળાએ માતાની હત્યા કરવા બદલ પિતા વિરૂદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરમપુર પોલીસે ફરિયાદ નોંધી રામચંદ્ર પાડવીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

માતાની હત્યા કરનાર પિતા સામે દીકરીએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
​​​​​​​
દીકરી નિર્માળાબેનની ફરિયાનના આધારે ધરમપુર પોલીસે બાતમીદારોની મદદ મેળવીને રામચંદ્ર પાડવી ધરમપુર છોડી ભાગે તે પહેલાં ધરમપુર એસટી ડેપો ખાતેથી ઝડપી પાડ્યો હતો. વલસાડ આરોપીના કોવિડ ટેસ્ટ કરવી આગળની તજવીજ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...