આવેદન:પારડીમાં સરકારી કોલેજની જમીન રદ કરવા મુદ્દે મોરચો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ABVPનું કલેક્ટરને આવેદન, આદોલનની ચિમકી

પારડીમાં માલતદાર કચેરીના મકાનમાં ચાલતી સરકારી સાયન્સ કોલેજમાં ભારે અગવડતાં વચ્ચે વિદ્યાર્થીઓએ વર્ષો કાઢી લડત આપ્યા બાદ સરકાર સમક્ષ કરાયેલી માગણીના અંતે જિલ્લા વહીવટી તંત્રએ બાલદામાં જમીન ફાળવી રૂ.20 કરોડના ખર્ચે અદ્યતન સાયન્સ કોલેજ બનાવવાની તૈયારી કરી હોવાનું એબીવીપીને જાણવા મળ્યું હતું.પરંતુ હવે આ જમીન રદ કરી પારડીથી 10 કિ.મી.દૂર જમીન ફા‌ળવવાની હિલચાલથી વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફોડી થવાની દહેશત વચ્ચે જિલ્લા એબીવીપીએ ભારે વિરોધ નોંધાવી શુક્રવારૈે કલેકટર કચેરીએ મોરચો માડ્યો હતો.

જ્યાં કલેકટરને આવેદન આપી જો બાલદાની જગ્યા કથિત રાજનૈતિક દબાણ અને ષડયંત્રથી રદ કરી દેવાશે તો ઉગ્ર આંદોલન છેડાશે તેવી ચમકી આપી છે. કોલેજ બનાવવામાં અડચણો ઉભી કરવામાં આવી રહી હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે.તેમ કરાશે તો એબીવીપી હજારો વિદ્યાર્થીઓના હિતમાં જબરદસ્ત આંદોલન ઉપાડશે તેમાં કોઇ મીનમેખ નથી તેવુ આવેદન પત્ર દ્વારા નગરમંત્રી કે.એ.દેસાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...