હડકાયા કુતરાનો આતંક:મગોદ ડુંગરીમાં હડકાયા કુતરાના હુમલાથી ડરી ગયેલો પરિવાર 30 કલાક સુધી પોતાના ઘરમાં પુરાઈ રહ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના મગોદ ગામે એક હડકાયા કુતરાએ પરિવારમાં 3 વ્યક્તિઓ પર હુમલો કરી કરડી લેતા પરિવારના સભ્યોમાં ભય નો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. અને આખો પરિવાર ડર ના માર્યા સતત 30 કલાક સુધી પોતાના ઘરમાં જ પુરાઇ રહેવા માટે મજબૂર બન્યા હતો. તેમની મદદે અગ્નિ વીર સંસ્થાના યુવાનો અને પશુ ચિકિત્સકની ટીમ સાથે આવી આ હડકાયા કુતરાને હેમખેમ પ્રકારે પકડી ડરી ગયેલા પરિવાર જનો ને પોતાના ઘરમાંથી જ મુક્ત કરાવાયા હતા.

વલસાડના મગોદ ગામે બંધારી ફળિયામાં રેહતા મનીષભાઈ મોહનભાઈ હળપતિના ઘરે આજથી આશરે 7 મહિના અગાઉ એક રખડતું કૂતરું તેમના ઘર નજીક આવી પહોંચ્યું હતું. જે કુતરાને મનીષભાઈ એ રોટલી ખવડાવતા તે કૂતરું કાયમ તેમના ઘર નજીક રહેવા લાગ્યું હતું. પરંતુ છેલ્લા 10 -12 દિવસ દરમિયાન કૂતરું એકાએક હડકાયું થઇ જવાને લઈને મનીષભાઈના ઘરે પડેલી એક બિલાડી ઉપર આ હડકાયેલા કુતરાએ હુમલો કરી તેને મારી નાખી હતી. સાથે જ તેનામાં ઘર નજીક અન્ય એક કુતરાને પણ મારી નાખ્યો હતો. અને મનીષભાઈ અને તેમના 2 બાળકોને હડકાયુ બનેલા કૂતરાએ પગમા કરડી લીધું હતું. આ ઘટનાથી અત્યંત ઘબરાઈ ગયેલો પરિવાર પોતાના ઘરમાં જ કેદ થઇ ગયા હતા. છેવટે મનીષભાઈ એ અનેક જગ્યાઓ ઉપર મદદ માટે ફોન કર્યો હતો. અને અંતે અગ્નિ વીર સંસ્થાના યુવાનો અને પશુ ચિકિત્સકની મદદથી આ હડકાયા કુતરાને પકડી તેને બેભાન કરી તેને પશુ દવાખાને લઇ જવામાં આવ્યો હતો. અને પરિવાર જાણોને પોતાના ઘરમાંથી મુક્ત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...