તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આફત:વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભારે વરસાદને લઈને મીઠા પાણીનો કૂવો ધસી પડ્યો, પીવાના પાણીને લઇ ગ્રામજનો ચિંતિત

વલસાડ11 દિવસ પહેલા
  • મનાલા ગામમાં આલ્યા ફળિયામાં રહેતા 200 પરિવાર કુવામાંથી પાણી ઉપયોગ કરતા હતા.
  • કૂવો ધસી પાડતા આગામી દિવસોમાં પાણીની તકલીફ વધશે

કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે પીવાના પાણીનો કુવો જમીનમાં ધસી પડયો હતો. આ એકમાત્ર કૂવો ધસી પડવાને કારણે આગામી દિવસોમાં સ્થાનિક લોકોને પાણી પીવાના પાણીની તકલીફ પડશે.

સરકારી તંત્ર સર્વે કરી તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બુધવારે સવારથી ભારે વરસાદ પડયો હતો. જેના કારણે કપરાડા ગામમાં લોકોને ભારે નુકસાન થયું છે. કપરાડા તાલુકાના મનાલા ગામમાં આલ્યા ફળીયા 200થી વધુ પરિવારો પીવાનું પાણી માટે આ કુવાનો ઉપયોગ કરતા હતા. આ કુવો ચોમાસાની શરૂઆત થતા જમીન સાથે ધસી પડતા ગ્રામજનોમાં આગામી દિવસોમાં પીવાના પાણી માટે ચિંતા સર્જાઈ છે. આલ્યા ફળિયામાં રહેતા લોકો માટે પાણી પીવાની ભારે તકલીફો ભોગવવી પડશે. ઘરના વપરાશ માટે આવનાર દિવસોમાં પીવા માટે કે પશુ, પંખી માટે આવનાર દિવસોમાં અછત સર્જાશે એવું ગ્રામજનોનું કહેવું છે. સરકારી તંત્ર સર્વે કરી તાત્કાલિક વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...