નિર્ણય:વલસાડમાં તાજીયા અને વિસર્જન યાત્રા નહીં નીકળે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાંતિ સમિતિની બેઠકમાં કમિટીનો નિર્ણય

વલસાડ શહેરમાં તાજીયા કમિટીના સભ્યો સાથે Dyspના અધ્યક્ષ સ્થાને શનિવારે સીટી પોલીસ મથકે શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીનો લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને શહેરના નદી કે તળાવમાં મૂર્તિ કે તાજીયા વિસર્જન કરવા ઉપર કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને તાજીયા કમિટીના સભ્યોએ ચાલુ વર્ષે તાજીયા ઝુલુસ ન કાઢવાની ખાતરી આપી હતી.

વલસાડ જિલ્લામાં અને શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા નદી કે તળાવમાં મૂર્તિ કે તાજીયા વિસર્જન કરવા અને વિસર્જન યાત્રા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. શનિવારે વલસાડ સીટી પોલીસ મથકે તાજીયા કમિટીના આગેવાનો અને આયોજકો સાથે Dysp મનોજસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં કોરોનાને ધ્યાનમાં રાખીને શહેરમાં તાજીયા ઝુલુસમાં લોકટોળુ એકત્રિત થતું હોવાથી તાજીયા ઝુલુસ ન કાઢવા અને નદી કે તળાવમાં તાજીયા વિસર્જન ન કરવા જણાવ્યું છે. તાજીયા આયોજકોએ તેમના ઘરે 2 ફૂટના તાજીયા તેમના ઘરે બેસાડી ઔરંગા નદીનું પાણી ઘરે લાવીને તાજીયા ઠંડા કરશે. સાથે કતલની રાત્રે પણ મહોલ્લામાં તાજીયા ફેરવવામાં નહીં તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...