આઝાદી કા અમૃત મહોત્સવ:વલસાડમાં ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું આયોજન કરાયું

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રિડમ રન નહેરુ યુવા કેન્દ્ર કચેરીથી પાલિહિલ સુધી દોડ યોજાઈ
  • સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

વલસાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રિડમ રન અને ક્લીન ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રિડમ રન નહેરુ યુવા કેન્દ્ર કચેરીથી પાલિહિલ સુધી યોજાઈ હતી.

આ તકે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ભાગરૂપે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહાત્માં ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ સત્ય-અહિંસાના માર્ગે ચાલવું જોઈએ. પોતાના, ગામ, ઘર અને ફળિયામાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતાં કચરો કચરાપેટીમાં જ નાખી સ્વચ્છ ભારત અભિયાનમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષે નહેરુ યુવા કેન્દ્ર આયોજિત વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તારીખ 1 થી 30 ઓક્ટોબર સુધી ક્લીન ઇન્ડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતાનો સંદેશો ગામે-ગામ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ગવલી, એન.એસ.એસ. પ્રોગ્રામ અધિકારી ભરતભાઈ પટેલ અને ગીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...