તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટની ઘડીમાં સેવાયજ્ઞ:પોલિટેકનિક પ્રોફેસરનું પગારમાંથી વલસાડ સિવિલમાં કોવિડ દર્દીઓ માટે મફત ટિફિન સેવા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના સભ્યોને પણ 2 ટાઇમ મ‌ફત ટિફિન પહોંચાડવાનો પુરૂષાર્થ

કોવિડની ગંભીર પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓના કાર્યકરો અને સેવાની ઉમદા ભાવના ધરાવનારા વ્યક્તિઓની સમાજ સેવાની સુગંધ સામાજિક વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનું સિંચન કરી રહી છે.હાલમાં કોરોના સામે લડી રહેલા કોવિડના દર્દીઓ અને તેમના પરિવારને હૂંફની જરૂરત છે ત્યારે વલસાડ પોલિટેકનિકના પ્રોફેસરે હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા કોવિડના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે વિનામૂલ્યે 2 ટાઈમ મફત ટિફિન સેવા પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.

હાલમાં વલસાડ જિલ્લામાં શહેર અને ગામડાઓમાંથી કોરોના દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમના સ્વજનો અને કોવિડના દર્દીના ભોજન માટે પણ વલસાડ પોલિટેકનિકમાં ફરજ બજાવતા પ્રોફેસર ડી.બી. પ્રજાપતિએ આયોજન કરી બે ટાઇમ મફત ટિફિન સેવા પૂરી પાડી રહ્યા છે.વલસાડમાં કોઇપણ હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે દાખલ થતાં દર્દીઓ અને તેમના પરિવારને દવા અને અન્ય દોડધામમાંથી ટાઇમ મળતો નથી.

ઉપરાંત માનસિક રીતે અત્યંત દબાવનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમના ભોજન માટે માત્ર એક કોલ કરી મફત ટિફિન સેવાનો લાભ મળી શકશે.રસોઇ માટે એક આશાવર્કર મહિલા હિનાબેન પટેલનો સંપર્ક કરી પ્રોફેસરના આ સેવા યજ્ઞમાં રસોડું તેમના ઘર પાસે ઉભું કર્યું છે.જ્યાં ટિફિનો તૈયાર કરવામાં આવે છે.આ ટિફિનો કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારજનોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરીમાં પ્રોફસર પ્રજાપતિના મિત્રો પણ કામ કરે છે.

સવારે 9- સાંજે 6 સુધીમાં નામ નોંધાવો
પોલિટેકનિક કોલેજના પ્રોફેસરના આ સેવા યજ્ઞ હેઠળ લાભાન્વિતોને બપોરના ભોજન માટે મો.ફોન નંબર 90337-64619 પ્રો.ડી.બી.પ્રજાપતિ અને 96876-44140 હિનાબેન પટેલનો સંપર્ક કરવાનો રહેશે.

કોવિડ દર્દીઓ,પરિવારના સભ્યો માટે માનવ સેવા કરવાની તક મળી છે
સંકટની આ ઘડીમાં કોરોના દર્દીઓ અને તેમના પરિવાર માટે ટિફિન સેવા વિના મૂલ્યે પૂરી પાડવાનું શરૂ કર્યું છે.માનવતાની આ સેવાકીય પ્રવૃત્તિમાં એક ગરીબ આશાવર્કર હિનાબેન પટેલે કોઇપણ પૈસા વિના રસોઇ બનાવી આપવા જણાવ્યું હતું. ભોજનનોખર્ચ,રસોઇની સામગ્રી પહોંચાડી ટિફિનો તૈયાર કરી અમો દર્દીઓને પહોંચાડીએ છીએ.> પ્રો.ડી.બી.પ્રજાપતિ,પોલિટેકનિક કોલેજ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...