તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:વલસાડની ગાયત્રી પરિવાર ટ્રસ્ટ શાળામાં નિરાધાર બાળકોને મફત શિક્ષણ અપાશે

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનામાં માતા - પિતા ગુમાવનાર બાળકોની વ્હારે

કોરોનાકાળ દરમિયાન માતા પિતા બંન્ને ગુમાવનાર નિરાધાર બાળકોને શિક્ષણ માટે વલસાડની સમાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા લોક કલ્યાણના કામોમાં કાર્યરત વલસાડમાં છેલ્લા 35 વર્ષથી સામાજીક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટે તેમના દ્વારા સંચાલિત પ્રજ્ઞાપ્રબોધ વિદ્યાલયમાં મ‌ફત શિક્ષણ પુરૂં પાડવાનો સરાહનીય નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી નિરાધાર બાળકોને પ્રવેશ આપી શિક્ષણનું ઉત્તરદાયિત્વ નિભાવવાનો માનવીય અભિગમ દર્શાવાયો છે.

વલસાડ જિલ્લામાં કોરોના કાળના ભયાનક દૌર વચ્ચે અનેક લોકોની રોજી રોટી છિનવાઇ ગઇ છે.અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે.લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.આવા વિકટ સંજોગોમાં માનવતા હજી પણ પ્રવર્તી રહી છે.કોરોનાના દિવસો દરમિયાન જે બાળકો માતા પિતા બંન્ને ગુમાવી ચૂક્યા હોય તેવા બાળકોને એક તરફ સરકારે પાલક વાલીઓને તેમના ખર્ચ માટે મહિને રૂ.4 હજારની આર્થિક સહાય 18 વર્ષ સુધી થાય ત્યાં સુધી આપવાનું ઠેરવ્યું છે.

ત્યારે વલસાડ શહેરની સામાજિક અને ધાર્મિક સંસ્થા ગાયત્રી પરિવાર ટ્રસ્ટે પણ આવા બાળકોની વ્હારે આવવાનું નક્કી કરી તેમને મફત શિક્ષણ આપવા નિર્ણય કર્યો છે.ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રજ્ઞાપ્રબોધ વિદ્યાલય શિક્ષણક્ષેત્રે એૈતિહાસિક હરળફાળ ભરી રહી છે.આ શાળામાં પૂર્વ પ્રાથમિક,પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.જેમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કરવા મફત શિક્ષણ આપવાનું માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે.

આમ કોરોનાકાળ દરમિયાન માતાપિતા ગુમાવનાર નિરાધાર બાળકોને વલસાડની ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રજ્ઞાપ્રબોધ વિદ્યાલયમાં મફત શિક્ષણ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જે એક ઉદાહરણ રૂપ સરાહનીય કામગીરી કરાઇ રહી છે. જેને લઇ વિવિધ સેવાકીય સંસ્થાઓએ પણ આ પ્રમાણેની કામગીરીનું આયોજન કરવામાં આવે તે જરૂરી છે. આવા સેવાકીય કાર્યકરવા માટે વિવિધ સંસ્થાઓએ પણ પહેલ કરવી જોઇએ. જો આવા નિરાધારા બાળકો હોય તો તેમણે સંસ્થાને જાણ કરી મદદરૂપ થવા આગળ આવવું જોઇએ.

15 જૂલાઇ સુધીમાં ફોર્મ મેળ‌વી પ્રવેશ લઇ શકાશે
કોરોનાકાળમાં નિરાધાર બાળકોના શિક્ષણ માટે આગળ આવેલા ગાયત્રી પરિવાર ટ્રસ્ટની શિક્ષણ સંસ્થા પ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલયમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધીમાં ફોર્મ લઇ પ્રવેશ મેળવવાનો રહેશે.બાળકોને ફોર્મ ભરીને શાળામાં રજૂ કર્યેથી પ્રવેશ આપવામાં આવશે.

શિક્ષણ સાથે પુસ્તકો પણ મફત અપાશે
સામાજીક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી કામ કરતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંસ્થા કોરોનાકાળમાં નિરાધાર બનેલા બાળકોને એક પણ પૈસો લીધા વિના મફત શિક્ષણ અને ફ્રી પુસ્તકો પણ પુરાં પાડશે.15 જૂલાઇ 2021 સુધીમાં ફોર્મ ભરી પ્રવેશ અપાશે.> અનિલ મજમુદાર, પ્રમુખ, શ્રીપ્રજ્ઞા પ્રબોધ વિદ્યાલય શાળા

અન્ય સમાચારો પણ છે...