ઠગાઇ:અટગામમાં જમીન નામે નહિ કરી 21 લાખની છેતરપિંડી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાટાખત બાદ વિશ્વાસઘાત કરતા ખેરગામ,પીઠાના 3 સામે ગુનો

વલસાડના કોસંબાના એક રહીશને અટગામની જમીન વેચી રૂ.21 લાખ પડાવી જમીન નામે ન કરી આપતા પીઠા અને ખેરગામના 3 ઇસમો વિરૂધ્ધ છેતરપિેડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ કોસંબા પ્રિતમ નગર ખાતે રહેતાં ગોવિંદ સોમાભાઇ ટંડેલને પીઠાના નવીન જગુભાઇ પટેલની ખાતાનં.1175 બ્લોક સરવે નં.2504વાળી માલિકીની જમીન વેચી હતી.

નવીનભાઇએ આ જમીનની ખરીદીના અવેજ પેટે તેમજ અલગ અલગ રીતે રૂ.20 લાખ ચૂકવ્યા હતા.તથા તેમના મિત્રો ભાણા કરશનભાઇ પટેલ રહે.વાડ ટેકરી ફળિયા તા.ખેરગામનાએ ફરિયાદી ગોવિંદ ટંડેલ પાસેથી રૂ.50 હજાર અને ખેરગામના રાજુ કમુભાઇ શેખે રૂ.50 હજાર મળી રૂ.1 લાખ લઇ લીધા બાદ સાટાખત કરી આપ્યા હતા.

પરંતું ત્યારબાદ આ જમીન ફરિયાદી ગોવિંદભાઇના નામે નહિ કરી હતી.જેના પગલે ગોવિંદભાઇ ટંડેલે આ ત્રણેને આપેલા કુલ રૂ.21 લાખ પરત નહિ ચૂકવી જૂદા જૂદા બહાના બતાવી ઠગાઇ કરતાં ગોવિંદભાઇ ટંડેલે આ ત્રણે વિરૂધ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...