ધરપકડ:બાવીસા ફળિયાથી ચાર યુવક ગાંજો પિતા ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી દબોચી લીધા

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનહના સેલવાસ બાવીસા ફળિયામાં ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમી આધારે રેડ પાડી ગાંજો ફૂકતા 4 ઇસમને ઝડપી પડી તેઓની તપાસમાં ગાંજો પણ મળી આવતા તમામની ધરપકડ કરી હતી. દાદરા નગર હવેલીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલી બાતમી અનુસાર બાવીસા ફળિયા ખાતે રેડ પાડતા ચાર યુવાનો ગાંજો પિતા જોવા મળ્યા હતા. તેઓ પાસેથી પણ ગાંજો મળી આવતા આ ચારેય વ્યક્તિ ઇમરાન ખાન,સલીમ અકબર ખાન,સુરજ ચૌધરી,કમલેશ આગરીને પકડી સેલવાસ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.આ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...