તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બર્થ ડે પાર્ટીના રંગમાં ભંગ:વલસાડના તિથલ રોડ પર સસરાના ફ્લેટમાં નબીરાની દારુની મહેફિલ, ચાર યુવતી અને દસ યુવકો ઝડપાયા

વલસાડ7 દિવસ પહેલા
દારૂની મહેફિલ માણતી ચાર યુવતીઓ પણ ઝડપાઈ
  • ફ્લેટમાં એકત્ર થયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી
  • પોલીસે 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

વલસાડના પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બર્થ ડે પાર્ટી માટે એકત્ર થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે ચાર યુવતી અને 10 યુવક સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના સ્થળ પરથી દારૂની બોટલ, મોબાઈલ અને વાહનો મળી આવતા કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો છે.

ઘટનાસ્થળ પરથી 3 લાખનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો
ઘટનાસ્થળ પરથી 3 લાખનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો

રાત્રિના એક વાગ્યે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો
વલસાડના તિથલ રોડ પર આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાર યુવતી સહિત દસેક જેટલા નબીરા મોડી રાત્રિના દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. કંટ્રોલ રૂમ પર માહિતી મળતા જ પોલીસે ફ્લેટ પર રેડ કરી હતી. ફ્લેટ ન.106નો દરવાજો ખોલીને અંદર ઘુસતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, ફ્લેટ બંધ કરી અને અંદર યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.. આથી પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓને પણ ઝડપી લીધા હતા..અને તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફ્લેટમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પણ મળી આવ્યો
ફ્લેટમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પણ મળી આવ્યો

સસરાના ફ્લેટમાં યુવકે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે.. ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના એક નબીરાનો બર્થ ડે હતો. તે તેની પત્ની સાથે તેના સસરાના નામ પર આવેલા ફ્લેટમાં પોતાના મિત્રો એવા યુવક અને યુવતીઓને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા બોલાવ્યા હતા. મોડી રાત સુધી નબીરાઓએ ફ્લેટમાં દારૂની મહેફિલ માણી હતી. જેની જાણ વલસાડ પોલીસના કંટ્રોલરૂમમાં થતાં તાત્કાલિક સિટી પોલીસની ટીમ કામે લાગી અને ગણતરીની મિનિટોમાં જ પૂરી તૈયારી સાથે પોલીસે દારૂના નશામાં ચકચૂર 10 યુવકો અને ચાર યુવતીઓ ની પણ ધરપકડ કરી હતી.. સ્થળ પરથી વિદેશી દારુ પણ મળી આવ્યો હતો.

કોની કોની સામે કાર્યવાહી કરવામા આવી?
ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના યુવકે પોતાના જન્મદિવસ માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં હર્ષ ગડા, દીપ મોદી, પલ્લવ શાહ, ચિંતન ગડા,) ઋષભ પુજારા, ભાવિન લીમ્બાચીયા, કેયુર પટેલ, પ્રતીક દેસાઈ, ધ્રુવાંગ ગોકાણી નામના યુવકો ઝડપાયા હતા. સાથે માનસી ગહેલોત, મૈત્રી ગેહલોત , ખુશી મોદી અને સોનાલી કરંજકર નામની યુવતીઓ પણ ઝડપાઈ હતી.

તમામ લોકોએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી
તમામ લોકોએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવી

રાત્રિના સમયે મામલો રફેદફે કરવા પોલીસ પર દબાણ કરાયું
મોટા ઘરના નબીરાઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હોવાના સમાચાર મળતા જ મોટા માથાઓ પણ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ અને ધમપછાડા કર્યા હતા. જોકે વલસાડ સીટી પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. અને દારૂની મહેફિલ માણતાં ઝડપાયા યુવક અને યુવતીઓ વિરોધ મહેફિલના કેસની સાથે કોરોના ગાઇડ લાઇન ના ભંગ અને સરકારના આદેશ અને જાહેરનામાના ભંગ બદલ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે ..આમ વલસાડ સિટી પોલીસે કારોના કાળમાં પણ બેફામ બની અને મહેફિલ માણતા નબીરાઓ ને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...