તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:વલસાડમાં વધુ ચાર કેસ, અન્ય તાલુકાઓમાં એક પણ કેસ કે મોત નહિ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 ડિસ્ચાર્જ સાથે 881 સાજા થયા: કુલ કેસનો આંકડો 1134,મૃત્યાંક 124

શહેર સહિત તાલુકામાં છેલ્લા સપ્તાહ દરમિયાન કેસની સંખ્યા વધી રહી છે,જ્યારે વાપી તાલુકામાં કેસ ઘટ્યા છે. ગુરૂવારે 12 કેસમાં સૌથી વધુ વલસાડમાં 9 કેસ નોંધાયા હતા. જ્યારે વાપીમાં એક પણ કેસ નોંધાયો ન હતો. શુક્રવારે જિલ્લામાં માત્ર વલસાડ શહેરમાં 3 અને કોસંબાગામે 1 મળી માત્ર 4 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. શુક્રવારે પારડી, ધરમપુર, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકામાં એક પણ કેસ મળ્યો ન હતો.

વલસાડ શહેર અને તાલુકામાં કેસ વધવામાં સંક્રમણ રોકવા જાહેર સ્થળોએ ભીડભાડ ન થાય તે જરૂરી બન્યું છે.વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંકડો 1134 પર પહોંચ્યો છે.જ્યારે મૃત્યુની સંખ્યા 124 થઇ છે.જેમાં ચાલૂ સપ્તાહે વલસાડ શહેર તાલુકામાં લોકલ સંક્રમણ વધી રહ્યું છે.કલેકટર આર.આર.રાવલે આ સ્થિતિને પારખી શહેરમાં એન્ટીજન રેપિડ ટેસ્ટની કાર્યવાહી તેજ બનાવી દેવા આરોગ્ય વિભાગને સૂચના જારી કરી દીધી છે.

દાનહમાં 20 અને દમણમાં 4 પોઝિટિવ
દાદરા નગર હવેલીમાં કોરોના સંકરમણ અટકવાનું નામ નથી લેતું હોય તેમ શુક્રવારે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 1386 પર પહોંચ્યો છે.જેમાંથી 127 કેસ સક્રિય છે અને 1256 રીકવર થઇ ગયા છે.અને એકનું મોત થયેલું છે.આજના 20 કેસમાં 16 કેસ ઈનફ્લુએન્ઝાના દર્દી છે.02 કેસ રેન્ડમ સ્ક્રીનિંગ દરમ્યાન મળી આવેલા છે.02 કેસ હાઈ રીસ્ક કોન્ટેકમાં આવેલા દર્દીઓ છે. જે સામે આજે 20 દર્દી રિકવર થતા રજા આપવામાં આવી છે.

જ્યારે દમણ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના નવા 4 કેસ નોંધાયા હતા જેની સામે 8 દર્દીઓ રીકવર થતાં રજા આપવામાં આવી છે. સંઘપ્રદેશ દમણમાં ઓગસ્ટ માસમાં ઓદ્યોગિક એકમ અને કામદારોની ચાલીમાં રેન્ડમલી ટેસ્ટ કરાતા રોજ સરેરાશ 20થી 22 પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. એક સમયે હોસ્પિટલમાં એક્ટિવ કેસની સંખ્યા 200 ઉપર પહોંચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...