તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Four Members Of Valsad NPA Removed From Membership, Member Said Scammers Are Sitting In AC Chamber, People Raising Questions Will Now Sit At Home

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડ ન.પા.ના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરાયા, સભ્યએ કહ્યું- કૌભાંડીયા AC ચેમ્બરમાં બેઠા છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર હવે ઘરે બેસશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલમ 37 હેઠળ સભ્યો સામે કાર્યવાહી કરવામા આવી
  • વલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને બે વર્ષ જૂની ગેરવર્તનની ફરિયાદના આધારે સભ્યપદેથી દૂર કરાતા રાજકારણ ગરમાયું છે.

29 જાન્યુઆરી 2019ના રોજ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં ગેરવર્તન કરવા બદલ ભાજપના 3 અને અપક્ષના 1 સભ્યને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરવામા આવ્યો છે. વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્ય રાજુ પટેલ, ભાજપના ઉજેશ પટેલ, યશેસ માલી અને પ્રવીણ કચ્છીને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરાતા રાજકારણ ગરમાયું છે.

સભ્યોને દૂર કરવા મામલે COએ હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરીવલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરાતા સભ્યોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ CO તરફથી પણ સભ્યોના સભ્યપદ રદ કરવા મામલે હાઈકોર્ટમાં કેવિએટ દાખલ કરવામા આવી છે.

અમે ભંગાર કૌભાંડ ઉજાગર કર્યું એટલે અમારી સામે કાર્યવાહી-રાજુ પટેલસભ્યપદેથી દૂર કરાયેલા રાજુ પટેલે કહ્યું હતું કે, અમે વલસાડ નગરપાલિકાના STPના ભંગાર કૌભાંડને ઉજાગર કર્યું એટલે અમારી સામે બે વર્ષ જૂના મામલે કાર્યવાહી કરવામા આવી છે. સભ્યએ કહ્યું કે, કૌભાંડ કરનારાઓ AC ચેમ્બરમાં બેઠા છે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવનારાને ઘરે બેસવાનો વારો આવ્યો છે.

વલસાડ પાલિકાની 29 જાન્યુઆરી 2019ની સભામાં અશોભનીય, અકલ્પનીય અશિસ્ત આચરી અશિસ્ત આચરનારા ભાજપના 2 અને અપક્ષ ચૂંટાયેલા 2 મળી 4 સભ્યને ગુજરાત મ્યનિસિપલ કમિશ્નરે નગરપાલિકા અધિનિયમ હેઠળ સભ્યપદેથી ગેરલાયક ઠેરવતાં પાલિકાના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

2019માં રોજમદારોની હડતાળ અને પાણીની ગંભીર સમસ્યા વચ્ચે 29 જાન્યુઆરીના રોજ પાલિકા પ્રમુખ પંકજ આહિરે નવા પરંતુ વર્ષો જૂના અને પાછલી સભાઓમાં ચર્ચાઇ ચૂકેલા પ્રશ્નો રજૂ કરતાં સભાના 3 કલાકનો કિમતી સમય બગડી ગયો હતો.સભામાં ભાજપના 2 સભ્ય પ્રવિણ કચ્છી,ઉજેશ પટેલ અને અપક્ષ યશેષ માલી અને રાજૂ મરચાંએ ઉગ્રતા અને આવેશ,ગંભીર આક્ષેપો વચ્ચે દેકારો,હંગામો અને ભારે ધાંધલધમાલના દશ્યો કરી ગેરશિસ્ત આચરી સ્ટેજ પાસે ધસી જઇ સભાની ગરિમાને લાંછન લાગે તેવું કૃત્ય આચરતાં હોવાનું જોતા સીઓએ આ સભ્યોને શોકોઝ નોટિસો આપી મ્યુ.કમિશ્નરને ફરિયાદ કરી કાર્યવાહી કરવા દાદ માગી હતી.

આ સભ્યોએ પ્રમુખની અપીલ છતાં સભાનું કામ આગળ ચાલવા દીધું ન હતું અને આ કારણે સીઓ જે.યુ.વસાવાએ સમગ્ર સભાના વીડિયોગ્રાફીના પુરાવાઓ સહિત કમિશનર સમક્ષ રજુ કરતા સુનાવણીઓ બાદ કમિશનરે આ સભ્યોએ ભારે ગેરશિસ્ત આચરવા અને શિસ્તભંગ કરવા મામલે કસુરવાર ઠેરવી સભ્યપદેથી દૂર કરતો હુકમ કર્યો છે. આ હુકમથી જિલ્લાના તમામ પાલિકાના સભ્યોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.

29 જાન્યુ.એ સભાગૃહમાં આવુ થયું હતું
29 જાન્યુઆરીએ અટલબિહારી વાજપાઇ સભાગૃહમાં પાલિકાની ગરિમા લજવાઇ હતી.આ સભ્યોએ બેઠક છોડી સ્ટેજ સુધી દોડી પ્રમુખ,સીઓ સામે ધસી ગયા હતા,બેઠક પરથી બુમબરાડા પાડી કારોબારી ચેરમેનને એજન્ડા વાંચતા અટકાવવા,અસભ્ય ઉચ્ચારણો કરવા જેવા જાત જાતના નાટકિય દશ્યો ઉભા કર્યા હતા.ચેરમેન પાસે ધસી જઇ તેમનો હાથ પકડી એજન્ડનું વાંચન કરતા અટકાવી બેસી જાઓ તેવું કહી બાપુકી પેઢી જેમ વર્તન આચરવાનાં દશ્ય જોવા મળ્યા હતા.તે સભાની પ્રચાર માધ્યમો થકી થયેલી કાર્યવાહી નિહાળનાર ભદ્ર સમાજ અને શહેરીજનો પણ અચંબામાં મૂકાય ગયા હોવાની પણ ભારે ચર્ચા શહેરમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો