તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ઉમરગામમાં પોણા ચાર, ધરમપુર અઢી અને પારડીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં 1, વાપીમાં દોઢ ઇંચ, બે સપ્તાહના ઉઘાડ બાદ વરસાદથી ધરતીપૂત્રોમાં ખુશી

મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહેલા ધરતીપૂત્રોના હૈયાને શનિવારે ટાઢક મળી હતી. શુક્રવારે સાંજથી શનિવારે સાંજ સુધીના 24 કલાક દરમિયાન જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં પાણી પાણી થઇ ગયા હતા. ઉમરગામ, ધરમપુર, પારડી, વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ થતાં ગરમી બફારાના ઉકળાટથી બેચેન લોકોને ઠંડક મળી હતી.

વલસાડ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ડાંગરના વાવણીનું કાર્ય ખોરંભે પડી ગયું હતું.17મેના રોજ ચોમાસુ બેઠા બાદ વરસાદે હાથ તાળી આપી દીધી હતી.ત્યારબાદ જૂલાઇના પ્રારંભ સુધી ઓછોવત્તો વરસાદ થયો હતો,પરંતું બે સપ્તાહથી તો વાતાવરણ સૂકુ ભઠ્ઠ થઇ જતાં ખેડૂતો અને લોકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.જો કે હવામાન ‌વિભાગે દ.ગુ.માં વરસાદની આપેલી આગાહીના પગલે શુક્રવારે વાપીમાં 17 મિમિ અને કપરાડામાં 2 મિમિ વરસાદ સિવાય અન્ય તમામ તાલુકામાં વરસાદ ન થતાં ચિંતા પ્રવર્તી રહી હતી.

દરમિયાન શુક્રવારે સાંજે 6 થી શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં મેઘરાજા મન મકીને વરસતા ચિંતાનો અંત આવ્યો હતો.મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી થતાં ઉમરગામ,પારડી અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદ ઝિંકાય હતો.ઉમરગામમાં પોણા ચાર ઇંચ,ધરમપુરમાં અઢી ઇંચ,પારડીમાં પોણા 3 ઇંચ,વલસાડમાં 1 ઇંચ અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણીના દશ્યો સાથે વાતાવરણમાં ભારે ઠંડક વ્યાપી ગઇ હતી.આકાશમાં વાદળો ઘેરાતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું.

ક્યાં કેટલો વરસાદ થયો
તાલુકોશનિવારેશુક્રવારેકુલ
ઉમરગામ523890
કપરાડા9312
ધરમપુર60666
પારડી96271
વલસાડ24526
વાપી93039
અન્ય સમાચારો પણ છે...