અનરાધાર મેઘમહેર:વલસાડના કપરાડામાં 8 અને ધરમપુરમાં 5 ઈંચ વરસાદ, જિલ્લાના 44 કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા

વલસાડ3 મહિનો પહેલા
  • જિલ્લામાં NDRFની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી

વલસાડ જિલ્લામાં અનરાધાર મેઘમહેર યથાવત છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે જિલ્લાના ધરમપુરમાં 8 ઈંચ અને કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પરે 1 NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેને લીધે પારડી તાલુકાના પરવાસા ગામ અને વલસાડ તાલુકાના નવેરા ગામ માં આવેલો પાર નદીનો લો લેવલ બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને વલસાડ અને પરડી તાલુકાના 20થી વધુ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવેરા ગામના બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં હોવાની જાણ જિલ્લા ડિઝાસ્ટર અને વહીવટી તંત્રની થતા તાત્કાલિક પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા.

જિલ્લામાં 44 કોઝવે પર પાણી ફરી વળ્યા
વલસાડ જિલ્લાનું વહીવટી તંત્રએ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે. જિલ્લાના 44 કોઝવે ઉપર પાણી ફરી વળવાને લઈને કોઈ જીવન જોખમે રસ્તો ન ક્રોસ કરે તે માટે પોલીસ જવાનોની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લામાં આગામી 2 દિવસમાં વધુ વરસાદની આગાહીને લઈને જિલ્લામાં 1 NDRFની ટીમને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આવેલી ઔરંગ, પાર, તાન, માન અને દમણ ગંગા નદી સહિત જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. નદી કિનારે રહેતા તેમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વલસાડ શહેરમાં 64 સેલ્ટર હોમ ખુલ્લા મુકવા મુકવામાં આવ્યા
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં પડી રહેલા સરદાર વરસાદને લીધે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે ઓરંગા નદી ભઇ જનક સપાટીથી વહી રહી છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે શહેરના 64 સેલ્ટર હોમ ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમજ નદીકિનારે રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થાય તો તાત્કાલિક સ્થળાંતર કરવા તંત્ર તરફથી સૂચના મળે એટલે સમયસર નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે.

નગર પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તરોમાં અને ગ્રામ પંચાયત વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. પુરની પરિસ્થિતિ સર્જાયતો NDRFની ટીમ સ્ટેન્ડવાય રાખવામાં આવી છે. વલસાડ તાલુકાના લીલાપોર, કોસંબા ભગડાવાળા ધમડાચી સહિતના નદી કિનારે વસતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી છોડી સેલ્ટર હોમમાં સ્થળાંતર થવા અપીલ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...