અંતિમ તક:વલસાડમાં વાણિજય પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકા રાહત માટે ચાર દિવસ બાકી

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિલ્કત ટેક્સ માફીના આત્મનિર્ભર પેકેજનો લાભ લેવાની અંતિમ તક

કોરોનાના કારણે ધંધારોજગારને પડેલી માઠી અસરને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર પેકેજ હેઠળ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની રાહત માટે હવે માત્ર 4 દિવસ બચ્યા છે.વલસાડ પાલિકા દ્વારા શહેરની 8 હજાર ધંધા વ્યવસાયકારોને કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકા માફીની મુદ્દત 31 ઓગષ્ટ 2020 બાદ પૂરી થઇ જનાર છે.

વલસાડ પાલિકા વિસ્તારમાં કાર્યરત કોમર્શિયલ પ્રોપર્ટીધારકોને જુલાઇ અને ઓગસ્ટમાં પ્રોપર્ટી ટેક્સના માગણાંના બિલની રકમમાં 20 ટકા માફી અપાય છે. રાજ્યના દરેક વર્ગના નાગરિકોને કોરોનાના સંજોગોમાં લોકડાઉનકરવાના પગલે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારે આત્મ નિર્ભર યોજના હેઠળ રાહત પેકેજ જાહેર કરી નગરપાલિકાઓમાં વાણિજ્યિક મિલકતોના ટેક્સમાં 20 ટકા અને રહેણાંક મિલકતોના ટેક્સમાં 10 ટકા માફી આપવાનું નક્કી થયું હતું.જેના આધારે વલસાડ નગરપાલિકા દ્વારા વાણિજ્યિક મિલકતધારકોને 20 ટકા માફી હેઠળ બિલનું ચૂકવણું સ્વીકારવામાં આવી રહ્યું છે.જે મિલકતધારકોએ અગાઉથી પૂરી રકમના બિલ ચૂકવી દીધા છે તેમને પાલિકા 2021-22ના આગલા વર્ષે બિલમાંથી મજરે આપી દેવાશે..કોમર્શિયલ મિલકતધારકો માટે હજી આ યોજનાનો લાભ લેવા માટે અંતિમ મુદ્દત 31 ઓગસ્ટે પૂરી થઇ રહી છે.જેથી રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ હેઠળની આ રાહતનો લાભ મેળવવા હજી ગણતરીના દિવસો રહ્યા છે. મિલકતધારકો 20 ટકા માફી હેઠળ લાભ લેવાની તક મેળવવા માત્ર 4 દિવસ રહ્યા છે.પાલિકાના સીઓ જે.યુ.વસાવા,હાઉસ ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણ રાઠોડ અને શાસકો દ્વારા શહેરીજનોને અંતિમ મુદ્દત પૂરી થઇ જાય તે પહેલા 20 ટકા રાહતની યોજનાનો લાભ લેવા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને જાણ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...