આદેશ:વલસાડના ઓનલાઇન વીમા પોલિસીધારકને કોવિડ સારવારના 88 હજાર ચૂકવવા ફોરમનો હુકમ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ક્લેઇમ નકાર્યો હતો,અરજદારે જાતેજ દલીલો કરી કેસ લડ્યો

વલસાડના અબ્રામામાં રહેતા એક ગ્રાહકે ઓનલાઇન હેલ્થ વીમા પોલિસી લીધા બાદ કોવિડ પોઝિટિવ થતાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી,જેનો રૂ.88 હજારનો ખર્ચ કલેઇમ કરવા છતાં વીમા કંપનીએ ઇન્કાર કરી દેતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ થઇ હતી.જેમાં જિલ્લા ગ્રાહક તકરાર ફોરમે પોલિસી ધારકને સારવારનો ખર્ચ 7 ટકાના વ્યાજ સાથે અને માનસિક ત્રાસ પેટે રૂ.2500 ચૂકવવા હુકમ કર્યો છે.

વલસાડના જલારામ નગર અબ્રામા ઝરણાપાર્કમાં રહેતા અનુજ ચંદુલાલ ગોહિલે પોલિસી બજાર ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રા.લિ. મારફત દિલ્હીની મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી ઓનલાઇન રૂ.4.50 લાખવાળી હેલ્થ પોલિસી લીધી હતી.બે પોલિસીનું કોન્બિનેશન એટલે કે બેઝ પોલિસી અને ટોપઅપ પોલિસી આપી હતી.બંન્ને મળીને રૂ.1 કરોડની ઇન્સ્યોર્ડ હેલ્થ પોલિસી આપવામાં આવી હતી. 25 માર્ચ 2021ના રોજ વીમા પોલિસી ધારક અનુજ ગોહિલને કોવિડ પોઝિટિવ થતાં ડોકટરોની દવા લઇ તેમણે કોવિડ-19ના ટેસ્ટો કરાવી હોમ આઇસોલેશનમાં રહ્યા હતા.

છતાં કોઇ સુધારો ન થતાં વલસાડની હેત હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઇ સારવાર લીધી હતી.જેની સારવારનો ખર્ચ રૂ.88,177 થયો હતો.આ ખર્ચના કલેઇમ માટે તેમની વિમા કંપની પાસે પુરાવાઓ સાથે અરજી કરાતાં કલેઇમ નકારી દેવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે,મેક્ષ બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કં.લીને હવેથી નીવા બુપા હેલ્થ ઇન્સ્યુરન્સ કં.લિ.નાપોલિસી બજાર ઇન્સ્યોરન્સ કંપનીના નામથી ઓળખવામાં આવે છે તેમ કહી કલેઇમ ટકવા પાત્ર નથી તેમ કહ્યું હતું.આખરે અનુજ ગોહિલે વલસાડ જિ.ગ્રાહક તકરાર ફોરમમાં દાદ માગી પોતેજ કેસ લડતાં બંન્ને પક્ષોની દલીલો સાંભળી ફોરમના પ્રમુખ બી.જી,દવે,સભ્ય વી.બી.વર્મા અને વી.બી.વકીલનાઓએ અરજદારને કોવિડ-19ની સારવારના ક્લેઇમની રકમ રૂ.88 હજાર 7 ટકાના વ્યાજે ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...