તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી ચરમ સીમાએ:ભાજપમાંથી ટિકિટ ન મળતા વલસાડના બિનવાડાના માજી સરપંચે મુંડન કરાવી પોતાનો વિરોધ નોંધાવ્યો

વલસાડ25 દિવસ પહેલા
 • પોતાની ટિકિટ કપાવવા પાછળ જિલ્લા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને અગ્રણીઓ ને જવાબદાર ઠેરવી રોષ વ્યક્ત કર્યો

વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા ભાજપના કાર્યકરોમાં સંગઠન અને સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી વ્યકત કરતા બીનવાડા ગામના માજી સરપંચ અને માજી તાલુકા ભાજપ ઉપપ્રમુખને તાલુકા પંચાયતની ચણવઇ બેઠકની ટિકિટ નહીં મળતા તેમણે મુંડન કરાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને પાર્ટીને વફાદાર રહી આવવાના દિવસોમાં પાર્ટીને નુકશાન નહી થાય તેમાટેની પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતાં.

આ સાથે મુંડન કરાવનાર ગણપતભાઇ સંતિલાલ પટેલએ ભાજપ પક્ષ માટે પોતાની કામગીરી અંગે જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી ભાજપ પક્ષ માટે કામગીરી કરતો આવ્યો છું. તેમાં છતાં વલસાડ ભાજપના સંગઠન અને વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ કે. પટેલે વલસાડ તાલુકા પંચાયતના ચણવઇ બેઠકની ટિકિટમાંથી નામ બાકાત રાખતા આજે વલસાડ ભાજપ સંગઠન તેમજ ધારાસભ્ય ભરતભાઈ પટેલની આવી કામગીરીને પગલે પોતાના સ્વાભિમાનને સંતોષ થાયતે હેતુથી તેમજ પાર્ટીના કોઈપણ કાર્યકર્તા ને અન્ય નહી થાય તે માટે મુંડન કરવી પોતાનો વિરોધ વ્યકત કરિયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો