તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવિણ પટેલ કોરોના સંક્રમિત

વલસાડ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રવીણભાઈ પટેલને હોમ આઈસોલેશનમાં રહેવા સૂચના અપાઈ

વલસાડ શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણથી રાજકારણીઓ પણ દૂર રહી શક્યા નથી. વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ ગત શનિવારે કોરોના સંક્રમિત જાહેર થયા હતા, જેના અઠવાડિયા બાદ શુક્રવારે વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને ધમડાચી ગામના અગ્રણી પ્રવીણભાઈ પટેલ રેપિડ ટેસ્ટમાં કોરોના સંક્રમિત જાહેર થયા હતા.

સંક્રમિત જાહેર થતાની સાથે ધમડાચી પંથકમાં આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઇ હતી. પ્રવીણભાઈ પટેલને કોઈ વધારે લક્ષણો ન જણાતા આરોગ્ય વિભાગની ટીમે તેઓને હોમ આઈસોલેશનમાં રહેવા સૂચના આપી છે. પ્રવીણભાઈ પટેલે છેલ્લા 7 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરવી લેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો