તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Former MP Dahyabhai Patel, Who Made Significant Contribution To The Development Of Union Territory Of Daman, Dies In Mumbai Due To Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:સંઘપ્રદેશ દમણના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની વિદાય, કોરોનાના કારણે મુંબઈમાં નિધન

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ સાંસદના નિધનના પગલે સંઘપ્રદેશના લોકોમાં શોકની લાગણી છવાઈ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલનું મુંબઈમાં કોવિડની સારવાર દરમિયાન સોમવારે મૃત્યુ થયું હતું. દમણના લોકોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણમાં વધતા જતા કોરોના સંક્રમણે દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા હતા. તેમના પરિવારે તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. મુંબઈની હોસ્પિટલમાં 5 દિવસની સારવાર દરમિયાન કોરોના દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલને ભરખી ગયો હતો.

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસમાંથી 2 ટર્મ દમણથી સાંસદ રહી ચૂક્યા છે. ડાહ્યાભાઈ પટેલે દમણમાં વિકાસના કામો કરીને દમણની પર્યટક સ્થળ તરીકે વિકસાવ્યું હતું. દમણના કોળી પટેલ સમાજના પ્રમુખ હતા ડાહ્યાભાઈ પટેલ. દમણનો મોટાભાગનો યુવા વર્ગ ડાહ્યાભાઈનો ચાહક વર્ગ હતો. સોમવારે દમણ વિસ્તારમાં ડાહ્યાભાઈના નિધનના સમાચાર મળતા શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો