• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Former MLA Ishwar Patel, Who Left Congress And Joined 'AAP', Resigned, Party Office bearers Made Serious Allegations Of Taking Money And Allotting Tickets.

આક્ષેપ સાથે રાજીનામું:કોંગ્રેસ છોડી 'આપ'માં ગયેલા પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે આપ્યું રાજીનામું, પાર્ટીના હોદ્દેદારોએ રૂપિયા લઈને ટિકિટ ફાળવી હોવાના ગંભીર આક્ષેપ કર્યા

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે આમ આમ આદમી પાર્ટીના તમામ પદો ઉપરથી રાજીનામુ આપ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી જિલ્લાના સંગઠનને બેઠું કરનાર અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યાં હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીમાં વિધાનસભાના ઉમેદવારોને ઊંચી કિંમત વસૂલી ટીકીટ ફાળવવામાં આવી હોવાના આક્ષેપ ઈશ્વર પટેલે લગાવ્યાં હતા. પ્રદેશ લેવલના હોદ્દેદારોએ વલસાડ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના નામોની જાહેરાત કરવામાં આવી હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી.

ટિકિટ વહેંચણીથી નારાજગી વ્યક્ત કરી
દોઢ વર્ષ પહેલાં ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ વિધાનસભાની ધરમપુર બેઠક ઉપર ટીકીટ આપવાનો વાયદો કરી દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી. ઈશ્વર પટેલે વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજારો કાર્યકર્તાઓ જોડીને આમ આદમી પાર્ટીને મજબૂત કરી હતી, જે બાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ધરમપુર બેઠક ઉપર ટીકીટ આપવાની વાત તો દૂર રહી અન્ય ઉમેદવારોને ટિકિટ આપ્યાં બાદ પણ વિશ્વાસમાં ન લેતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું ધરી દીધું છે.
ટિકિટ આપવાની ખાતરી આપી હોવા છતાં ટિકિટ ન આપી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓમાં રાજીનામી હોડ લાગી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં દોડવર્ષ પહેલા ગોપાલ ઇટાલિયાના હાથે પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ પાર્ટીમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાએ ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઈશ્વર પટેલને ટિકિટ આપવાની ખાતરી આપી હતી. તેમજ વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાની અને કાર્યકર્તાઓને જોડવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. જે બાદ ઈશ્વર પટેલે વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાર્ટી માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હજારો કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. જોકે, વિધાનસભાની ચૂંટણી આવતા આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલના બદલે અન્ય ઉમેદવારને ટીકીટ ફાળવી દેતા નારાજગી જોવા મળી હતી.

તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું
પ્રદેશ બિરસા મુંડા સમિતિના ઉપ પ્રમુખ સહિત જિલ્લાના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વિના ઉમેદવારોના નામો જાહેર કરી દેતા ઈશ્વર પટેલે આજરોજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું, જેની જાણ ધરમપુર તાલુકા અને જિલ્લાના કાર્યકર્તાઓને થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ઈશ્વર પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા જોડાયેલા અને બિન રાજકીય અનુભવી ઉમેદવારો પાસેથી વિધાનસભા બેઠક ઉપર ટિકિટ માટે મોટી રકમ વસૂલી ઉમેદવારોને ટીકીટ આપી છે. તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પર લગાવ્યાં હતા.
ઉમેદવારથી નહીં પણ પાર્ટીથી નારાજ
ઈશ્વર પટેલે જિલ્લાના સંગઠનમાં કોઈને પણ વિશ્વાસમાં લીધા વિના ટિકિટની વહેંચણી થઈ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યાં હતા. જોકે, ઈશ્વર પટેલ જિલ્લાના ઉમેદવારોથી નહી પરંતુ આમ આદમી પાર્ટી સામે નારાજ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...