• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Former MLA Barjul Patel's Son Vasant Patel Filed His Candidacy From Congress Against BJP's Jitu Chaudhary On Kaprada Seat Of Valsad.

ઉમેદવારી પત્ર:વલસાડની કપરાડા બેઠક પર ભાજપના જીતુ ચૌધરી સામે કૉંગ્રેસમાંથી પૂર્વ મત્રી બરજુલ પટેલના દીકરા વસંત પટેલે ઉમેદવારી નોંધાવી

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી કપરાડા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષે વસંતભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ યાદીમાં વસંત પટેલનું નામ જાહેર કર્યું હતું. જેની સાથે કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને વસંત પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે વલસાડ જિલ્લાની કપરાડા બેઠક ઉપર પૂર્વ કેબિનેટ મંત્રી બરજુલભાઈ પટેલના પુત્ર વસંત પટેલએ કોંગ્રેસમાંથી કપરાડા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. વસંત પટેલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ વસંત પટેલે કપરડા ખાતે સભા કરી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

વલસાડ જિલ્લાની કપરડા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્રારા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બરજુલ ભાઈ પટેલ ના પુત્ર વસંત પટેલને ટિકિટ આપવામાં આવતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ વસંત પટેલ દ્રારા કપરાડા તાલુકા ખાતે સભા યોજી કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન કરી કપરાડા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું. વસંત પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ પેટા ચૂંટણી માં ભાજપે કોંગ્રેસ પાસે થી આ બેઠક ઝૂંટવી લીધી હતી. જે બાદ ફરી આ બેઠક જીતવા માટે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...