• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Form Distribution Exercise For Assistance To The Families Of Koro's Deceased Started, Cause Of Death Certificate Has To Be Obtained From Palika Panchayats

મોડે મોડે જાગી સરકાર:કોરોના મૃતકોના પરિવારને સહાય માટે ફોર્મ વિતરણની કવાયત શરૂ, પાલિકા-પંચાયતોમાંથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ લેવા પડશે

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે સહાયના નિયત ફોર્મ પાલિકા- ગ્રામપંચાયતોને મોકલી આપ્યા
  • ​​​​​​​​​​​​​​મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ કલેક્ટર કચેરીમાં રજૂ કર્યા બાદ પાત્રતા ધરવતા પરિવારને સહાય ચૂકવાશે

રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને સહાય ચૂકવવા માટે સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વલસાડ જિલ્લામાં પણ કોરોના મૃતકોના પરિવારોને સહાયના ફોર્મ આવી ગયાં છે, જે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં રાજ્યભરમાં કોરોનાથી થયેલા મૃત્યુના કિસ્સાઓમાં સહાય ચૂકવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક કવાયત શરૂ કરવામાં આવી છે.

જેના માટે નિયત નંબરના ફોર્મ રજૂ કરી નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો કે જ્યાં મરણ નોંધાયું હોય તે સંસ્થામાંથી મેડિકલ સર્ટિફિકેટર ઓફ કોઝ ઓફ ડેથ મેળવવાનો રહેશે.આ સર્ટિફિકેટ સાથે સહાયના ફોર્મ જે તે જિલ્લાની કલેકટર કચેરીઓમાં રજૂ કર્યા બાદ પાત્રતા ધરાવતા પરિવારના સભ્યોને ચૂકવવાપાત્ર સહાય આપવામાં આવશે.

જો કે હજી આ સમગ્ર પ્રક્રિયા માટે MCCD (મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ) મેળવવા માટે દર્દીનું જ્યાં મરણ નોંધણી કરાઇ છે તે નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોમાં ફોર્મ રજૂ કરવાનું રહેશે.,જેના આધારે ત્યાંથી એમસીસીડી સર્ટિફિકેટ મળશે આ સર્ટિફિકેટ મેળવવા માટેના ફોર્મ નં.1 અને 4નો જથ્થો મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

રજિસ્ટ્રાર જનરલના પરિપત્ર હેઠળ કાર્યવાહી
ભારત સરકારના નાયબ રજિસ્ટ્રારના પરિપત્રથી સુપ્રિમ કોર્ટમાં થયેલી રિટ પિટિશન અંતર્ગત કોવિડ-19થી મૃત્યુ પામેલા મૃતકના કુટુંબના સભ્યને મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ (એમસીસીડી) ઇસ્યુ કરવા દિશા નિર્દેશો આપ્યા હતા.તદઉપરાંત આ પરિપત્રની સાથે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી રિટ પિટિશન હેઠળ સુપ્રિમ કોર્ટે 30 જૂન 2021ના રોજ આપેલા ચૂકાદા અનુસાર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન ફોર ઓફિશ્યિલ ડોક્યુમેન્ટ ફોર કોવિડ-19 ડેથ પણ મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ મરણ)ને કાર્યવાહી અર્થે મોકલી આપી હતી.

અરજદારોને કોઝ ઓફ ડેથ સર્ટિ લેવા માટે જ હાલ ફોર્મ અપાશે
હાલમાં સરકારના પરિપત્ર મુજબ મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથના સર્ટિફિકેટ સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ સર્ટિફિકેટ મૃત્યુની નોંધણી જ્યાં થઇ છે તેવી પાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાંથી નિયત ફોર્મ રજૂ કરીને મેળવવાનું રહેશે. હાલે આ સર્ટિફિકેટ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગને સરકાર દ્વારા મોકલવામાં આવેલો ફોર્મ નગરપાલિકાઓ અને પંચાયતોને રવાના કરાઇ રહ્યા છે,જે અરજદારોને આપવામાં આવશે.

ક્યારે ફોર્મ રજૂ કરવા તેની સૂચનાઓ મળી નથી
જિલ્લા આરોગ્ય વિભાગ અને કલેકટર કચેરીમાં તપાસ કરતાં કોરોના મૃતકોના પરિવારોને કોઝ ઓફ ડેથ સાથે નિયત ફોર્મ ભરીને સહાય મેળવવા માટે જે ફોર્મ રજૂ કરવાના છે તે માટે કોઇ ચોક્કસ તારીખ અંગે સૂચના મળી નથી.ક્યારે આ ફોર્મ રજૂ કરવાના છે તે અંગે આરોગ્ય અને કલેકટર કચેરી ખાતે કોઇ સૂચના આવી ન હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ અરજદારો મૂંઝવણમાં મુકાયા છે.

મરણની નોંધણી બાદ દાખલો મળશે
આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ કોરોનાથી જે તે સમયે મૃત્યુ પામેલા દર્દીઓના મરણના કારણ સાથેની નોંધ સાથેના ડેથ સર્ટિફિકેટ (MCCD) જે તે હોસ્પિટલો અને સિવિલમાંથી તે વિસ્તારની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોને મોકલી દેવામાં આવ્યા હતા.મૃતકોના પરિવારજનોએ તે સમયે મરણની નોંધણી કરાવતા દાખલા કાઢી આપવામાં
આવ્યા હતા.

સહાય માટેના ફોર્મ પાલિકા પંચાયતોને મોકલાઇ રહ્યા છે
કોરોના મૃતકોના પરિવારના સભ્યોને સરકાર દ્વારા જે સહાય મળવાની છે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગમાં ફોર્મ આવ્યા છે. આ ફોર્મ પાલિકાઓ પંચાયતોમાં મરણની નોંધ થઇ ત્યારે જે કોઝ ઓફ ડેથ સર્ટિ ત્યાં મોકલાયા હતાં તે મેળવવાના માટેના ફોર્મ છે. આ પ્રક્રિયા બાદ ફોર્મ કલેકટર કચેરીએ રજૂ કરવાના રહે છે, જે અંગે હાલ કોઇ સૂચના અત્રેની કચેરીમાં આવી નથી.> ડો.અનિલ પટેલ,સીડીએચઓ

અન્ય સમાચારો પણ છે...