સુવિધા:વલસાડના કલગામ ખાતે વનીકરણ વિભાગ 12 અલગ અલગ વન બનાવી ઉમરગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ વનનાં લીધે નારગોલ સહિત જિલ્લાના બીચ ઉપર સહેલાણીઓ વધશે

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલ બંદર તેના બીચ માટે જાણીતું છે. ત્યારે આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસિત કરવા ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે . આ વનનું 14 મી ઓગષ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદ્ધાટન કરવાના છે.

ત્યારે આ વનની ખાસિયત અંગે સામાજિક વન વિભાગના અધિકારીઓએ વિગતો આપી હતી કે, વન 4 હેકટરમાં આકાર પામવાનું છે. 2 તબક્કામાં તે પૂર્ણ કરવામાં આવશે વનની ખાસિયત એ છે કે અહીં પ્રવાસીઓ / મુલાકાતીઓ માટે અલગ અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યા છે. વનનું નામ કલગામ ખાતે બિરાજમાન રાયણીવાળા હનુમાન દાદાને અનુલક્ષીને મારુતિનંદન વન રાખવામાં આવ્યું છે.

12 વનના નામની વાત કરીએ તો નવગ્રહ વન , રાશિવન , નક્ષત્ર વન , સંજીવની વન , સિંદૂરીવન , કિસ્કિનધાવન , પંચવટિવન , બુલબુલિયાવન , ગાર્ડન ઓફ કલર , ગાર્ડન ઓફ ફ્રેગરન્સ , ચિરંજીવી વન , યોગા ગાર્ડન એ ઉપરાંત બાળકો માટે અહીં વિશેષ બટરફલાય ગાર્ડન , બાલ વાટીકાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે . પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અહીં વન કુટીર પણ ઉભી કરવામાં આવી છે.

ગાર્ડનમાં દેશી- વિદેશી રંગે બે રંગી ફૂલછોડ સાથે દેશી વૃક્ષો જેવા કે પીપળો, આંબો, બીલી, ફણસ, આસોપાલવ, શરૂ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નક્ષત્ર ગાર્ડન અને રાશિ ગાર્ડનમાં રાશિ મુજબના વૃક્ષો અને ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કલગામ હનુમાન મંદિર ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ હોય અને નજીકમાં નારગોલ બંદરનો રળિયામણો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તેને ધ્યાને રાખી આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે . જેમાં પ્રવાસીઓ હરવા- ફરવા ઉપરાંત પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો ઉઠાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...