તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:ધરમપુર ચોકડી પાસે ટેમ્પામાં ટ્રાન્સફોર્મરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ LCBની ટીમને બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ સહિત રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ દારૂનો વેપલો કરી રહ્યાં છે, ત્યારે પોલીસ પણ આવા શખ્સોને ઝડપી પાડવા એક્શન મોડમાં છે. ત્યારે વલસાડ LCBની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂની 3180 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. દારૂ અને વાહન મળી કુલ. 7.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ LCBની ટીમને સંઘ પ્રદેશ દમણથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાતમાં છુપી રીતે ટેમ્પો (નં. GJ-07-X-2011)માં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની આડમાં સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમી LCBની ટીમને મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળો ટેમ્પો આવતા LCBની ટીમે ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાંથી એક વીજ કંપનીનું ડમી ટ્રાન્સફોર્મર મશીન મળી આવ્યું હતું.

ટેમ્પામાં મુકેલા ટ્રાન્સફોર્મર મશીનમાં ચેક કરતા LCBની ટીમ દ્રારા ટેમ્પા અંદર મુકવામાં આવેલ મશીનની તપાસ કરતા મશીનની અંદરથી બનાવેલા ટંકામાંથી 3180 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે 2 લાખ રૂપિયાનો દારૂના જથ્થો સાથે 1 આરોપી ની ધરપકડ કરી કુલ રૂપિયા 7.10 લાખના મુદામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલકની અટક કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...