નેતાજીના ઘરેથી દારૂ ઝડપાયો:વલસાડના કોસંબા ખાતે તાલુકા પંચાયતના BJPના સભ્યના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાસભાની સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા પોલીસની ટીમ સતર્ક બની છે. સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક ઘરમાં રેડ કરીને 11 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમે ચેક કરતા વલસાડ તાલુકા પંચાયતના સભ્યનું ઘર હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ સીટી પોલીસની ટીમે ઘર માલિક સુનિલ ગોપાલ ટંડેલની ધડપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને દારૂ અંગે બાતમી મળી હતી
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા જિલ્લા પોલીસની સતર્ક બની છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. જિલ્લામાં બાતમીદારોની સતર્ક કરી દીધા છે. સીટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને વલસાડ કોસંબા ખાતે રહેતા સુનિલભાઈ ગોપાલભાઈ ટંડેલના ઘરે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.
​​​​​​​પોલીસે રેડ પાડી આરોપીની ધરપકડ કરી
આ બાતમીના આધારે વલસાડ સીટી પોલીસે સુનિલ ગોપાલભાઈ ટંડેલના ઘરે રેડ કરી ચેક કરતા ઘરમાંથી 11 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ સીટી પોલીસે દારૂના જથ્થા સાથે વલસાડ તાલુકા પંચાયતના BJPના સભ્ય સુનિલભાઈ ગોપાલભાઈ ટંડેલની ધરપકડ કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...