રાજ્યની પાલિકાઓના મિલકતધારકોને વર્ષ 2022-23ની વેરાની રકમ એડવાન્સ ભરપાઇ કરવા સરળતા રહે,પ્રોત્સાહન મળે અને પાલિકાઓની આવકમાં પણ વધારો થાય તે માટે સરકારે પ્રોત્સાહક વળતર યોજના દાખલ કરી હતી.જેનો પરિપત્ર 19 ફેબ્રુઆરી 2022ના રોજ કરાયો હતો.જેમાં આ એડવાન્સ વેરાની રકમ 31 મે 2022 સુધીમાં ભરપાઇ કરવા ઉપર 10 ટકા અ્ને ઇ-નગરની મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરો ભરવા ઉપર વધુ 5 ટકા વળતર આપવામાં આવ્યું હતું.
આ યોજનાને મિલકધારકો દ્વારા સારો પ્રતિસાદ મળતા અને પાલિકાઓમાં વસુલાતની રકમને ધ્યાને લઇ રાજ્યની પાલિકાઓમાં કરવેરા વસુલાતમાં જાહેર જનતા મહત્તમ લાભ મેળવી શકે તેવા ઉદ્દેશથી આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની મુદ્દતમાં 2 માસનો વધારો કરવા ગુજરાત રાજ્ય મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કચેરી દ્વારા પરિપત્ર જારી કરાયો છે. જેને લઇ વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, વાપી, ધરમપુર અને ઉમરગામ પાલિકાના વળતરના લાભથી વંચિત રહી ગયેલા વેરાદારોને મોટી રાહત મળશે.
સરકારે બે ઠરાવો કરી વળતર પ્રોત્સાહક યોજના લંબાવી
1. આ યોજના હેઠળ નાણાંકિય વર્ષ 2022-23ની વેરાની રકમ 1 જૂન 2022 થી 31 જૂન 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરવા પર 7 ટકા વળતર મળવાપાત્ર થશે.તેમજ ઇ-નગરની મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ 1 જૂન 2022થી 30 જૂન 2022 સુધીમાં ભરપાઇ કરવા ઉપર વધુ 5 ટકા વળતરની જોગવાઇ
2. આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2022-23ના મિલકતવેરાની રકમ 1 જૂલાઇ 2022થી 31 જૂલાઇ 2022 સુધીમાં એડવાન્સ જમા કરવા પર 5 ટકા વળતર મળશે.જ્યારે ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલના માધ્યમથી વેરાની રકમ 1 થી 31 જૂલાઇ 2022 સુધીમાં જમા કરાવનાર મિલકતધારકોને વધુ 5 ટકા વળતરનો લાભ મળશે.
નવા આદેશમાં આ રીતે વળતરની જોગવાઇ કરાઇ
યોજનાનો અમલ કરવા પાલિકાએ ઠરાવ કે મંજૂરી લેવાની નથી
રાજ્યની તમામ નગરપાલિકાઓ સાથે વલસાડ જિલ્લાની 5 નગરપાલિકાઓને સરકારે કરેલા નિર્ણયનો 1 જૂનથી જ અમલ શરૂ કરી દેવા તાકીદ કરી હતી.આ સાથે નગરપાલિકાઓમાં ખોટા વાદ વિવાદોને દૂર કરવા પ્રોત્સાહક વળતર યોજનાના આ નવા પરિપત્રના અમલ માટે પાલિકાઓમાં કોઇ પણ ઠરાવ કે કોઇ મંજૂરી લેવાની રહેશે નહિ તેવી સ્પષ્ટતા પણ કરી દીધી છે.
પાછલી બાકી પર પેનલ્ટી,નોટિસ વોરન્ટ ફી, વ્યાજ પર 100 ટકા માફીની મૂદતમાં કોઇ વધારો નહિ
ચાલૂ નાણાંકિય વર્ષ 2022-23ના એડવાન્સ વેરા ભરપાઇ કરવા માટે 2 માસની મુદ્દતમાં વધારો કર્યો છે. પરંતુ અગાઉ એપ્રિલ મે માસમાં સરકારે મિલકતધારકોને પાછલી બાકી રકમ સામે વ્યાજદંડ,પેનલ્ટી,નોટિસ ફી,વોરન્ટ ફી ઉપર 100 ટકા માફી આપી વેરાદારોને મોટી રાહત આપી હતી.જેની મુદ્દત 31 મે 2022ના રોજ પૂરી થઇ ગઇ હતી.બીજા તબક્કામાં પ્રોત્સાહક વળતર યોજનામાં હવે પાછલી બાકી પર વ્યાજદંડ 100 ટકા માફીનો લાભ પ્રાપ્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.