મેઘમહેર:મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદીઓ બે કાંઠે, વલસાડ અને સેલવાસના 10 ગામોને એલર્ટ કરવામા આવ્યા

વલસાડએક વર્ષ પહેલા
  • ઉપરવાસમાં વરસાદના કારણે પારડી તાલુકાની કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લામાં આવેલી નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીમાં બનાવેલા કોઝવે ઉપર વરસાદી પાણી ફરિવળતા સ્થાનિક લોકોની અવાર જવર ઉપર ભારે અસર જોવા મળી હતી. કોઝવે ઉપર વરસાદી પાણી ફરીવળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મધુબન ડેમમાંથી સતત પાણી છોડાતા વલસાડ અને સેલવાસના 10 ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

કોલક નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા
વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદને લઈને પારડીની કોલક નદીનો કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઈને કોલક નદીના કોઝવે ઉપરથી પસાર થતા સ્થાનિક લોકો અને વાહન ચાલજોબે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો ફવાર કોઝવે ઉપર બ્રિજ બનાવવા છેલ્લા 2 વર્ષથી માંગ કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી સ્થાનિક લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીનું વહેણ યથાવત છે. કોલક નદી સહિત અન્ય નદીઓ ઉપર આવેલા લો લેવલના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા લોકો જીવના જોખમે પસાર કરી રહ્યા છે ઉપરવાસ વરસાદ ને લઈ પાણી નો વધારો કયારે પણ થઈ શકે છે ત્યારે પાટી ગામે લો લેવલ નો બ્રિજ ડૂબાણ મા છે. લોકો ની માંગ હતી કે બ્રિજ ને ઉંચો કરવો પરંતુ વર્ષો થી એજ સમસ્યાઓથી લોકો પરેશાન છે.

કપરાડામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
કપરાડામાં બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કપરાડામાંથી પસાર થતા તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાઈ ગયો છે. સાથે જિલ્લાના ઉપરવાસમાં આવેલા કેટલાક મહારાષ્ટ્રના ગામોમાં પડી રહેલા વરસાદને લઈને વલસાડ જિલ્લાની કેટલીમ નદીઓમાં વરસાદી પાણી આવતા નદીઓને લઈને કોઝવે પ્રભાવિત બની રહ્યા છે. બુધવારે સવારે ધરમપુર અને ઉમરગામમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 4 દિવસથી જિલ્લા પર મેઘરાજા મહેર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતો રોપણીમાં વ્યસ્થ બન્યા છે.

મઘુબન ડેમના 9 દરવાજા ખુલ્લા રાખવામા આવ્યા
મધુબન ડેમમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 1,97,182 ક્યુસેટ પાણીની આવક છે. ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. 1,36,890 ક્યુસેક પાણી છેડવામાં આવ્યું છે. દમણ ગંગા નદીના કોનારે આવેલા લોકોને અને નદી કિનારે વસતા લોકોને એલર્ટ રહેલા સૂચના આપવામાં આવી છે.

વલસાડ અને સેલવાસના 10 ગામોને એલર્ટ કરાયા
વલસાડ જિલ્લાના ઉપર વાસમાં અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઈને મધુબન ડેમ વરસાદી પાણીની આવક વધતા ડેમની લેવલ વધીને 72.90 મીટર સપાટીએ પહોંચ્યો છે. ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડાતા વલસાડ અને સેલવાસના 10 ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

ધસમસતા પાણી વચ્ચે જીવના જોખમે સેલ્ફી
​​​​​​​
ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે વાપી પાસે દમણગંગા નદીમાં ધસમસતા પાણીની વચ્ચે કટેલાક યુવકો જોખમી રીતે સેલ્ફી લેતા અને ડાન્સ કરી વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...