તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં પ્રથમવાર કોરોનાથી 1 દિ’માં 13ના મોત, નવા 133 પોઝિટિવ આવ્યા

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વલસાડમાં 57, ઉમરગામ 25, ધરમપુર 30, કપરાડા 2, વાપી 10, પારડી 9 કેસ

વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 133 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા લગાતાર સંક્રમણ વધી રહ્યું છે.ગામડાઓમાં સંક્રમણનો દર વધતાં કોરોના પોઝિટિવના કેસો નોંધાઇ રહ્યા છે.શનિવારે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 13 દર્દીના મોત થયા હતા.વલસાડ તાલુકાના દુલસાડ ગામે 2 યુવાનના મોત થતાં ગામમાં શોક ફેલાયો હતો.વલસાડ તાલુકામાં 57,ઉમરગામમાં 25,ધરમપુરમાં 30,કપરાડા 2 વાપી 10 અને પારડીમાં 9 કેસ નોંધાયા હતા.

શનિવારે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ ગામડાઓમાં ફેલાતા સંક્રમણને રોકવા માટે બેઠક યોજી ધારાસભ્યોને પણે તેમા સામેલ કર્યા હતા.આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકર,પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ,વલસાડના ભરતભાઇ પટેલ,ધરમપુરના અરવિંદ પટેલને ગામડાઓમાં સરપંચો,તલાટી,સભ્યો સાથે મળી મારું ગામ કોરોનામુક્ત ગામના અભિયાનને સફળ બનાવવા દરેક ઘરમાં સરવે કરી શરદી,ખાંસી અને તાવના દર્દીઓને ગામમાં શાળાઓ અને હોલમાં કોરન્ટાઇન કરી સારવાર પહોંચાડવાનું અભિયાન શરૂ કરી કોરોના સંક્રમણને રોકવા જણાવ્યું છે.

આ દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા

તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડમનોરથ એપા.હાલર83પુરૂષ
વલસાડરોણવેલ,સડક ફળિયા65પુરૂષ
વલસાડસાઇપાર્ક સો.મોગરાવાડી67પુરૂષ
પારડીમોટાફળિયા,મોતીવાડા39પુરૂષ
પારડીઅંબાચ,નેવિયા ફળિયા35સ્ત્રી
પારડીખડકી,મોરા ફળિયા45પુરૂષ
વાપીકરાયા,ખાડી ફળિયા54સ્ત્રી
વાપીચામુંડા ગ્રીન સિટી65સ્ત્રી
ઉમરગામનારગોલ,સરોંડા68સ્ત્રી
ઉમરગામદફાની ફળિયા,સરીગામ54સ્ત્રી
ધરમપુરનગારિયા,પટેલ ફળિયા47પુરૂષ
ધરમપુરટાંકી,ઉપલું ફ‌ળિયા53પુરૂષ
ધરમપુરમસ્જિદ સ્ટ્રીટ66પુરૂષ

​​​​​​​

કોરોના જિલ્લામાં
એક્ટિવકુલસાજાકુલ
કેસપોઝિટિવથયામૃત્યુ
109934032037267

​​​​​​​દુલસાડમાં 1 સપ્તાહમાં 2 યુવાન મોતને ભેટ્યા
વલસાડ તાલુકાના દુલસાડમાં 1 સપ્તાહમાં બે યુવાનના મોત નિપજતા ગામમાં શોકની કાલિમા ફરી વળી હતી.જેમાં શનિવારે 1 યુવાનનું મોત સેલવાસમાં થતાં તેને દુલસાડમાં અગ્નિસંસ્કાર કરાયા હતા. યુવાનોના મોતથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બીજી લહેરમાં યુવાનો પણ સંક્રમણનો ભોગ બની મોતને ભેટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો