તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ ઘટાડવા પહેલ:વલસાડમાં વધતા સંક્રમણના પગલે વેપારી એસોસિએશને રાત્રિના 8 વાગ્યે દુકાનો બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી સાથે વેપારી એસોસિએશનની બેઠક બાદ નિર્ણય

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શહેરના વેપારી મહા મંડળ અને પ્રાંત અધિકારી સાથે મળેલી એક બેઠકમાં વલસાડ શહેરના તમામ વેપારીઓએ રાત્રે 8 દુકાનો બંધ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં વધતા જતા સંક્રમણને અટકાવવા વલસાડ હોલસેલ અને છૂટક વેપારીઓએ સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે.

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વલસાડ શહેરમાં કાપડ બજાર, દાણા બજાર, જવેલર્સ સહિત તમામ વેપારીઓ સાથે પ્રાંત અધિકારીએ શનિવારે એક બેઠક બોલાવી હતી. જેમાં શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને શહેરના વેપારીઓને સંક્રમણ અટકાવવા એક અપીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની અપીલના આધારે વલસાડ શહેરના તમામ વેપારીઓએ રાત્રે 8 વાગે દુકાન બંધ કરવાનો તમામ મંડળના વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો