સારવાર:કપરાડામાં અકસ્માતને પગલે 6 જેટલી 108 અને સંજીવની ટીમે તાત્કાલિક સારવાર આપી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મેસેજ મળતાં જ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને ધરમપુર-કપરાડા હોસ્પિટલ ખસેડાયા

વલસાડ જિ.ના કપરાડાના અરણાઈ ગામથ ચાંદલા વિધિ માટે કપરાડા જઇ રહેલો ટેમ્પો પલટી મારતા આશરે 35 થી 40 વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચી હતી. આ અંગે વલસાડ જિલ્લા 108 એમ્બ્યુલન્સને કોલ મળતાની સાથે જ કુલ 6 જેટલી GVK EMRI 108 એમ્બ્યુલન્સ તરત જ ઘટનાસ્થળએ પહોંચી હતી.

GVK EMRI દ્વારા સંચાલિત મોબાઈલ હેલ્થ યુનિટની ટીમ કપરાડા રાબેતા મુજબના રૂટ પ્લાન પમાણે અરણાઈ ગામની ઓપીડી પુરી કરી નળીમધની ગામમાં opd ના પેશન્ટો ચેક કરી રહી ત્યારે જ કપરાડાના અરણાઇમાં ટેમ્પો પલટી મારી જવાનો કેસ મળતા જ પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિમિષ પટેલ દ્વારા સંકલન સાધી તરત જ મોબાઈલ હેલ્થ યુનિટ કપરાડાને અરણાઈ ગામમાં ઘટનાસ્થળ પર પહોંચવા આદેશ કરાયો હતો.

108 એમ્બ્યુલસ પહોંચે તે પહેલા ઈજાગ્રસ્તોને સ્થળ ઉપર તાકીદની પ્રાથમિક સારવાર ચાલુ કરી શકાય તે માટે મોબાઈલ હેલ્થ યુનિટ ઘટના સ્થળે પહોંચી મેડિકલ ઓફિસર મિતલ વસાવા અને તેમની ટીમ દ્વારા તરત જ ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.

6 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી મેડિકલ ઓફિસર સાથેના સંકલનથી સૌથી વધુ ક્રિટિકલ પેશન્ટને સૌથી પહેલા સારવાર આપી 108માં અન્ય હોસ્પિટલમાં ખસેડયા હતા. ઈજાની ગંભીરતા જોતા વધુ ગંભીર દર્દીને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...