વહેલી સવારે ધુમ્મસ:વલસાડ હાઇવે પર ધુમ્મસ છવાયું, મુંબઈ-અમદાવાદ જતા વાહનોની સ્પીડ ધીમી થઈ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શનિવારે સવારે વલસાડ હાઇવે ઉપર ધુમ્મસ છવાઈ જતા અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર દોડતા વાહનોની રફતાર ધીમી થઈ હતી. ધુમ્મસને કારણે વિજીબિલિટી ઘડી હતી. જેને લઈને વાહન ચાલકોની રફતાર ઘટી હતી.

હવામાન વિભગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્રમાં લોપ્રેસર સક્રિય થતા હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને શનિવારે સવારે વલસાડ હાઇવે ઉપર ધુમ્મસ છવાઈ ગયું હતું. જેને લઈને અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા વાહનોની રફતાર ધીમી થઈ હતી. વલસાડ જિલ્લામાં લીલા શાકભાજીના પાકોને ધુમ્મસની અસર થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા હતા. શિયાળામાં ધુમ્મસ જોવા મળતું હોય છે. ચોમાસાની ઋતુમાં ધુમ્મસ ભાગ્યે જ જોવા મળતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...