ઓરંગા નદીમાં ઘોડાપૂર:વલસાડ શહેરમાં બીજા દિવસે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ, પંચાયત અને સ્ટેટ હાઈવેના 91 રસ્તાઓ બંધ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કલાકમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને મધુબન ડેમમાંથી આજે સવારથી 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડ્યું

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને બીજા દિવસે પણ વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વહેલી સવારથી રેલ ના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. સવારે કાશ્મીર નગરમાં વલસાડ સીટી PIએ લોકોને સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે એક મકાનમાં નગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી અને તેની પત્ની અને 2 બાળકો કાશ્મીર નગરના તેમના ઘરમાં ફસાયા હોવાની જાણ નગર પાલિકાની ફાયર વિભગની ટીમને થતા ફાયર વિભગની ટીમે ગરદન સમાં રેલના પાણીમાં વલસાડ ફાયર વિભગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

81 જિલ્લા પંચાયત હસ્તકના અને 10 સ્ટેટ હાઈવેને બંધ કરાયા
વલસાડમાં વહેલી સવારે ઔરંગા નદીના રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા લોકોને માલ સામાન ખસેડવાનો પણ સમય મળ્યો ન હતો. વલસાડ NDRFની ટીમે શહેર અને આજુબાજુના નીચાણવાળા અને રેલગ્રસ્ત વિસ્તારોમાંથી 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે સાથે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઈને ડેમમાં 1.71 લાખ ક્યુસેકથી વધુ આવક નોંધાઇ છે. જેથી ડેમ લેવલ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી દર કલાકે 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સેલવાસ ભિલાડ રોડ અસરગ્રસ્ત બન્યો હતો. પુલને અડીને દમણગંગા નદી વહેવા લાગતા નરોલી ભિલાડ રોડ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા 81 અને સ્ટેટ હાઇવેને 10 મુખ્ય માર્ગો ઉપર રેલના પાણી ફરીવળતા રસ્તાઓ લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેને લઈને સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોને ચકરાવો પડ્યો હતો.

ગઈકાલ કરતા આજે રેલગ્રસ્ત વિસ્તારમાં ઔરંગા નદી 120થી 130 કિલોમીટર રફતારે નદીમાં પાણી વહી રહ્યા હતા. જેને લઈને જોતજોતામાં રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. આજે NDRFની ટીમેં બોટ મારફતે નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરી 50 વધુ લોકોને રેલ ગ્રસ્ત વિસ્તારમાંથી બહાર લાવવા આવ્યા હતા.

વલસાડ જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ ખડેપગે ઉભા રહ્યા
ઔરંગા નદીમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને જિલ્લા વાહીવહી તંત્ર એલર્ટ રહ્યું હતું. વહેલી સવારે 5 વાગ્યાથી નીચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ફરી વળતા લોકોને વધુ હાલાકી ન પડે તે માટે તંત્રએ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

શહેરમાં રેલ ગ્રસ્ત પરિસ્થિતિ જોઈને શાળાઓ બંધ રાખી
શહેરમાં પુરની પરિસ્થિતિને જોઈને રેલના પાણીમાં કોઈ વિદ્યાર્થી ફસાઈ ન જાય તે માટે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શહેરમાં રેલની પરિસ્થિતિ જોઈને તાત્કાલિક જિલ્લાની તમામ શાળાઓને રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...