પોલીસ જવાનોએ કોમ્બીંગ હાથ ધર્યું:વાપીમાં વિધાનસભા ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થા જાળવવા ફલેગમાર્ચ યોજાઈ, મતદારોને નિર્ભયતા પૂર્વક મતદાન કરવા અપીલ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન તા.1 ડિસેમ્બરે યોજાનાર છે. જે અન્વયે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વાપીના સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ વાપી શહેર, ડુંગરા પો. સ્ટે., GIDC પોસ્ટ વિસ્તારમાં જિલ્લા પોલીસ તથા અર્ધ લશ્કરી દળોના અધિકારીઓ તથા જવાનો દ્વારા ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ તથા એરિયા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

ફ્લેગ માર્ચમાં ગુજરાત પોલીસ CIF સ્ક્વોર્ડના જવાનોનો મોટો કાફલો મુખ્ય માર્ગો પર પોલીસના 20 જેટલા વાહનોમાં વાપી તાલુકા, શહેર અને વાપી ઉદ્યોગ નગર વિસ્તારના રસ્તા ઉપર નીકળ્યો હતો. આ ફ્લેગ માર્ચમાં વાપી વિભાગના DySP બી.એન. દવે, SOG પીઆઈ વિજયભાઈ બારડ, અને અન્ય વિભાગના પીઆઇ તેમજ વાપી ટાઉનના પીઆઇ બી.જે. સરવૈયા, વાપી ઉદ્યોગ નગર પી.આઈ વી.જી.ભરવાડ અને ડુંગરા પોલીસ મથકના પી.આઈ સી.બી.ચૌધરી તથા 12 પીએસઆઈ, 150 CISFના જવાનો તેમજ વાપી વિભાગના પોલીસ કર્મચારીઓએ ફલેગ માર્ચ કરી હતી. આ ફલેગ માર્ચ વાપી ગાંધી સર્કલ પાસે આવેલા સર્કિટ હાઉસથી નિકળી કોપરલી ચાર રસ્તા, ગુંજન, અંબા માતા મંદિર થઈ, રાતા અને વાપી 9 ઉદ્યોગનગર વિસ્તારમાં નિકળી હતી. કોમ્બિંગમાં જવાનો દ્વારા 126 રૂમોની અને 33 ચાલીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ 2500 વ્યક્તિઓને સ્થળ દંડ, 22 બી- રોલ, 3 એમસીઆર, 1 પ્રોહીબિશન અને 207 મુજબ 9 વ્યક્તિઓ સામે કાર્યવાહીની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...