તરુણો ડૂબ્યા:વાપીની દમણગંગા નદીમાં નાહવા પડેલા પાંચ તરુણો ડૂબ્યા, ત્રણને સ્થાનિક લોકોએ બચાવ્યા તથા બેની રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ

વલસાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ તરુણોને સમયસર નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા
  • ધૂળેટી પર્વ નિમિતે કેટલાક સ્થાનિક તરુણો નદીમાં નાહવા આવ્યા હતા

ધૂળેટી પર્વ બાદ વાપી હરિયા પાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં કેટલાક સ્થાનિક તરુણો નદીમાં નાહવા આવ્યા હતા. જેમાં સ્થાનિકોએ પાંચ જેટલા તરુણોને ડૂબતા જોઈને તાત્કાલિક બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

સ્થાનિક લોકોએ પાંચ પૈકી ત્રણ તરુણોને સમયસૂચકતા વાપરીને બચાવ્યા

જેમાંથી ત્રણ તરુણોને સમયસર નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તથા બે તરુણોને શોધવા વાપી રેસ્ક્યુ ટીમને જાણ કરાઇ હતી. જેમાં ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે દમણગંગા નદીમાંથી બે તરુણોને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. વલસાડ જિલ્લાના વાપીની દમણગંગા નદીમાં પાંચ જેટલા સ્થાનિક તરુણો ધૂળેટી પર્વના દિવસે નદીમાં નાહવા આવ્યા હતા. નદીમાં કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ નદીમાં સ્થાન કરી રહ્યા હતા. અચાનક નાહવા આવેલા પાંચ સ્થાનિક તરુણો ડૂબવા લાગ્યા હતા. તેથી નદીમાં સ્થાન કરી રહેલા પાંચ તરુણોને ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ પાંચ પૈકી ત્રણ તરુણોને સમયસૂચકતા વાપરીને બચાવ્યા હતા. તથા ડૂબેલ બે તરુણોને બચાવવા સ્થાનિક લોકોએ વાપી GIDC ફાયર ફાઇટર અને વાપીની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. તેથી તાત્કાલિક વાપી GIDCની ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ડૂબેલ બંને તરુણોને શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...