જૂની અદાવતમાં હત્યા:વલસાડ જિલ્લાના વાપી GIDCમાં 27 વર્ષના યુવક પર પાંચ શખ્સો તૂટી પડ્યા, સારવાર દરમિયાન યુવાનનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા નિપજાવનાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલો J ટાઈપ રોડના ટર્નિંગ પાસે મધ્યરાત્રીએ કેટલાક યુવકોએ 27 વર્ષીય યુવક ઉપર જૂની અદાવતમાં લોખંડના રોડ પાઇપ જેવા હથિયાર વડે યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. વાપી GIDC પોલીસની ટીમે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. યુવકને થયેલી ગંભીર ઈજાઓને લીધે યુવકનું મોત નીપજ્યું હતું. હુમલો કરનાર સામે જી.આઈ.ડી.સી પોલીસ મથકે હત્યાના કેસની ફરિયાદ નોંધાઇ હતી

વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી ખાતે આવેલા J ટાઈપ રોડ પાસે કલીમ ઉર્ફે હકલો સહિત 5 ઈસમોએ દિલીપ વનવાસી સાથે અઢી માસ પહેલા થયેલી મારમારીની અદાવત રાખીને દિલીપને અટકાવ્યો હતો. યુવકોએ આવેશમાં આવીને દિલીપ વનવાસીને ઢોર માર માર્યો હતો અને કલીમ અને તેના સાગરિતોએ દિલીપ વનવાસી ઉપર લોખંડના રોડ, હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા બાદ દિલીપને ઇજાગ્રસ્ત હાલતમાં છોડી આરોપીઓ ભાગી છૂટયા હતા. ઘટનાની જાણ વાહન ચાલકોને થતા તાત્કાલિક વાપી જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી 108 ટીમની મદદ વડે ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલના વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે દિલીપના પિતા શિવધન વનવાસીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી કલીમ ઉર્ફે હકલો સૈયદ, બંસી રાજેશ હળપતિ, લકકી ઉર્ફે શશીકાંત મિશ્રા, ભોલું, કાદર મનસુરી વિરુદ્ધ વાપી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધી જૂની અદાવતમાં યુવક દિલીપ વનવાસી ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...