તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વલસાડમાં પાંચ તળાવનું બ્યુટિફિકેશન કરાશે, પાલિકાએ ભૂમિ પૂજન કરાવી પ્રારંભ કર્યો, 10 હજાર લોકોને સુવિધા મળશે

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ હાલરના તળાવમાં કિચડ તથા જળકુંભીના બંધિયાર ભરાવાથી છીછરા અને નજીકની શાળાના બાળકો માટે જોખમી બનેલા તળાવના મુદ્દે સ્થાનિક સભ્યોના ભારે વિરોધના પગલે પાલિકાએ શહેરના આવા 5 તળાવોના બ્યુટિફિકેશન અને સફાઇ કામગીરીનો નિર્ણય કર્યો છે.

વલસાડના ભરચક વસતી ધરાવતા 5 જેટલા તળાવોમાં દર ચોમાસામાં જળકુંભી અને કચરાનો જમાવડો થતાં બિનઉપયોગી થઇ રહે છે.તેમાંય હાલર તળાવ નજીક આવેલી પ્રાથમિક શાળાના બાળકો રમતા અહિં આવી પડે તો અકસ્માતની ભીતિ વર્તાતાં સ્થાનિક કાઉન્સિલર નિતેશ વશીએ જાન્યુઆરી 2020ની સામાન્ય સભામાં જળકુંભી લાવીને શાસકો અને અધિકારીઓ સામે ભારે વિરોધ ઉઠાવી બ્યુટિફિકેશન અને સફાઇની માગ કરી હતી.આ મુદ્દે સભામાં અ્ન્ય તળાવોનો પણ મુદ્દો ઉઠાવી સભામાં ભારે હોબાળો સર્જાયો હતો. પ્રાદેશિક કમિશ્નર સુધી રજૂઆતો કરાઇ હતી.પાલિકાએ હાલર તળાવ સાથે બીજા 4 મ‌ળી કુલ 5 તળાવોમાંથી જળકુંભી દૂર કરી કચરો સફાઇ અને બ્યુટિફિકેશન માટે નિર્ણય કર્યો છે.

ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં હાલર તળાવ ખાતે સીઓ જે.યુ.વસાવા, પાલિકા પ્રમુખ કિન્નરી પટેલ,ઉપપ્રમુખ કિરણ ભંડારી,ચેરમેન ભરત પટેલ (કાનો)સભ્ય નિતેશ વશીની હાજરીમાં બ્યુટિફિકેશન અને સફાઇ માટેના કામનો પ્રારંભ કરતાં આ વિસ્તારના 10 હજારથી વધુ લોકોને લાભ થશે.

જળકુંભી અને કાદવથી અકસ્માતનો ભય
વલસાડના 5 તળાવોની આસપાસની વસતિ માટે જળકુંભી જોખમી બની ગઇ હતી.આ તળાવોની નજીક રહેતા સામાન્ય લોકોના બાળકો જો રમતા આવી પડે તો ડુબી જવાની સતત ભીતિ સર્જાતી હોવાની અનેકવાર સ્થાનિકોએ સભ્યોને ફરિયાદો કરી હતી.આવા તળાવોમાં અકસ્માતે કોઇ પડી જાય તો જળકુંભીની જાળમાં ફસાઇ જાય તેવી દહેશતની રજૂઆતો છતાં લાંબા સમયથી કોઇ ઉકેલ આવતો ન હતો.

આ તળાવ વિકસિત થશે

 • માલવિયા તળાવ
 • ઘડોચી ત‌ળાવ
 • હાલર તળાવ
 • મોગરાવાડી તળાવ
 • અબ્રામા તળાવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો