તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:સંભવિત તૌકતે વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં માછીમારોને પરત આવવા સૂચના આપવામાં આવી

વલસાડ2 મહિનો પહેલા
  • ઘણા માછીમારોએ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાણ કરવામાં આવી ન હોવાના આક્ષેપ લગાવ્યા
  • તૌકતે વલસાડ જિલ્લાના કિનારા ઉપર ત્રાટકે તો માછીમારોને કરોડોની નુક્શાનીની ભીતિ
  • નવી જેટી બનાવવા ઘણા સમયથી માંગ છત્તા કોઈ કાર્યવાહી થઈ ન હોવાના માછીમારો આક્ષેપ લગાવી રહ્યા છે.

તૌકતે વવાઝોડાએ દિશા બદલીને દક્ષિણ ગુજરત, મધ્ય ગુજરાત અને દમણ સહિતના વિસ્તારોને પ્રભાવિત કરી શકે તેવી સંભાવનાઓ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડ જિલ્લા કલેક્ટરે એક બેઠક બોલાવી તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ માછીમારોને વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર તરફથી કોઈપણ જાતની સૂચના કે એલર્ટ આપવામાં ન આવ્યું હોવાનું જણાવી રહ્યા છે. નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા માછીમાર સમાજના આગેવાનોને એક લેટર લખીને બોટ દરિયા ઉપર લંગારવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના માછીમાર સમાજના આગેવાનોને તૌકતે વાવાઝોડાને લઈને કોઈપણ એલર્ટ આપવામાં આવ્યું ન હોવાનું જણાવી રહ્યા છે. જો વાવાઝોડું વલસાડ જિલ્લાને પ્રભાવિત કરશે તો માછીમારોને કરોડો રૂપિયાની નુકશાની જશે તેવી ભીતિ સમાજના આગેવાનોએ દર્શાવી છે.

વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાંસંભવિત તૌકતે વાવાઝોડાને લઇ વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ કોસંબા સહિતના 28 ગામોમાં સ્થાનિક તંત્રને બાજ નજર રાખવા કલેકટરે આદેશ આપી દીધા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેકટર આર આર રાવલે એક બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના DDO, TDO ,મામલતદાર અને અને જેતે ગામના તલાટીઓને પોતાનું હેડક્વાટર ન છોડવા પણ કડક સૂચના આપવા માં આવી છે. સાવચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લાના માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચનાવલસાડ જિલ્લાના ઉમરગામ, પારડી, અને વલસાડ તાલુકાને અડી ને આવેલા દરિયા કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હોવાના વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. આ વાવાઝોડું 17 અને 18 મેના રોજ વલસાડ જિલ્લાન દરિયા કિનારે ત્રાટકી શકે છે. હાલ વાવાઝોડાએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ દિશા કરી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા તમામ ગામોમાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનો વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

માછીમાર સમાજના આગેવાનોને નવસારી જિલ્લાના ડિઝાસ્ટર વિભાગમાંથી જ એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના માછીમારોને કોઈપણ સુચના આપવામાં આવી ન હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. જયારે જિલ્લો કોરોનાનો પ્રકોપ સામે લડી રહ્યું છે. જેથી તમામ કોવિડના પ્રોટોકોલનું પણ પાલન કરીને વલસાડનું જિલ્લા વહીવટી તંત્ર કોરોના લની સાથે સાથે સંભવિત વાવાઝોડાના ખતરાનો સામનો કરવા પણ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે.

જો વલસાડ જિલ્લામાં વાવાઝોડું ત્રાટકે તો કરોડોનું નુકશાની થશેવલસાડ જિલ્લામાં માછીમારો માટે બંદર ન હોવાથી વાવાઝોડુંવલસાડ જિલ્લામાં ત્રાટકે તો જિલ્લાના કોસંબા સહિતના માછીમારોને કરોડોની નુકશાની થવાની ભીતિ દેખાઈ રહી છે. વલસાડ કોસંબા ખાતે નવી જેટી બનાવવા અને બંદર બનાવવા ઘણી વખત માછીમાર સમાજ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વલસાડ જિલ્લાની 16 જેટલી બોટ દરિયામાં હોવાનું માછીમાર સમાજના આગેવાનોએ જણાવ્યું છે. કોરોના મહામારી વચ્ચે અન્ય માછીમારો એક મહિના પહેલા કોસંબા ગમે પરત આવી ગયા છે. જ્યારે 16 જેટલી બોટ હાલ સમુદ્રમાં માછીમારી કરી રહી છે. બોટ સંચાલકો સાથે સંપર્ક સાધીને તેઓને પરત આવવા માછીમાર સમાજના પ્રમુખ દિનેશભાઇ ટંડેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...