તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછલીના દુશ્મન કોણ?:પારડી કોઠરખાડીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી દેતા માછલીઓના મોત

વલસાડ20 દિવસ પહેલા
  • માછલીઓના મોતના પગલે સ્થાનિક લોકોમાં રોષ

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી કોઠરખાડીમાં અજાણ્યા ઈસમોએ ખાડીમાં ઝેરી પ્રવાહી નાખી માછલાંઓ મૃત થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી છે. આજુબાજુમાં આવેલી ખાનગી કંપનીઓનું પણ કેમિકલ છોડતા હોવાથી પણ માછલીઓના મૃત્યુ ઉનાળામાં પાણી ઘટવાથી થતા હોવાનું સ્થાનિક લોકોમાં કંપની પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં આવેલા પારડી તાલુકામાં આવેલી કોઠરખાડીમાં સ્થાનિક લોકો માછલી ઉછેર કરતા આવ્યા છે. ખાડીમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા અનેક ખનકી તેમજ ખાડીઓમાં માછલીઓના મોત થતા જોવા મળે છે. પરંતુ આજે પારડી તાલુકાના બાલદાથી સુખલાવ જતા રોડ ઉપર કોઠરખાડીમાં કોઈક અજાણ્યા ઈસમ પાણીમાં દવા નાખી જતા માછલીઓના મોત નિપજતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાલદા ગામના માજી સરપંચ રણજિત પટેલના જણાવ્યા મુજબ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા મચ્છી પકડવા પાણીમાં દવા નાખી જતા માછલી અને પાણીનો બગાડો થયો છે. આ પાણી ઢોરોને પીવા માટે તેમજ સ્થાનિકોને કપડાં ધોવા માટે વપરાશમાં લેવાતું હોય છે. જો કે દર વર્ષે અજાણ્યા ઈસમો દ્વારા પાણીનો પ્રવાહ ઓછો થતા આ હરકત કરવામાં આવે છે. ત્યારે આવા અજાણ્યા ઈસમો સામે પંચાયત તેમજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...