આગના 3 બનાવ:વાપીની કંપનીમાં આગ, 4 બાઇક સળગી, સરીગામની કંપની ગોડાઉનમાં આગ, ધરમપુરમાં ઘરમાં આગ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપીની કંપનીની આગમાં 4 બાઇક સળગી ગઇ,માણેક પોરની ગોડાઉનમાં રોમટરીયલ ખાખ,ધરમપુરમાં ઘરવખરી બળી ગઇ

વલસાડ જિલ્લામાં આગના 3 બનાવ સામે આવ્યા હતા જેમાં વાપી જીઆઇડીસીની એક કંપનીમાં આગ લાગી હતી તો સરીગામ નજીક કંપનીના ગોડાઉનમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો જ્યાંરે ધરમપુરમાં એક ઘરમાં આગ લાગતા ઘાશના પુળીયા અને અનાજ સહિતનો સામાન બળીને રાખ થઇ ગયો હતો.

વાપી જીઆઇડીસી ફોર્થ ફેસમાં આવેલ જલારામ નામની કેમિકલ કંપની ઇંક બનાવે છે. જેમાં શનિવારે સવારે 11 વાગે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. રેક્જિન તથા પિગમેન્ટ કેમિકલમાં આગ લાગતા બનાવની જાણ ફાયર વિભાગને કરતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કુલ 8થી વધુ ફાયરની ગાડીઓએ મોડી સાંજ સુધીમાં આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આ આગની ચપેટમાં આવતા 4 બાઇક બળીને ખાક થઇ ગઇ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.સરીગામ જીઆઇડીસી નજીક માણેકપોર નવી ફળિયા ખાતે એક કંપનીનું ગોડાઉનમાં પ્લાસ્ટિક એચડી નો રો મટરીયલ રિસાયકલિંક માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો.જેમાં શુક્રવાર રાત્રે 9.45 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં માં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું.ઘટનાની જાણ સરીગામ ફાયર બ્રિગેડને કરતા ઉમરગામ પાલિકા અને નોટીફાઇડના 2-2 ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવતા 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં રો મટીરીયલનો મોટો જથ્થો બળીને નાશ થયો હતો. આગ માં કોઈ જાન હાની થઈ ન હતી.

બીજા બનાવમાં ધરમપુરના બામટી-રાનપાડાના બાવીસા ફળીયામાં રહેતા ઉત્તમભાઈ મજૂરી કામે અને તેમની પત્ની ખેતરે તથા વહુ ધરમપુર કામ અર્થે ગયા હતા. નાઈટ ડયુટી કરી આવેલા ઉત્તમભાઈના પુત્ર સુઈ રહ્યા હતા. અને તેમના બાળકો ટીવી જોતા હતા. આ દરમ્યાન આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ મકાનના પતરામાંથી નીકળી રહેલા ધુમાડો નિહાળી દોડી આવેલા આસપાસના સ્થાનિક રહીશોએ ચાર મોટર ચાલુ કરી બોરના પાણીનો છંટકાવ પુળીઓ પર કરવાની સાથે ઘરનો સામાન બહાર કાઢ્યો હતો. ધરમપુર પાલિકાના લાશ્કરોએ પહોચી પાણી છાંટી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્થળ ઉપર દોડી ગયેલા બામટી-રાનપાડા ગ્રુપ ગ્રા. પંના સરપંચ વિજય પાનેરીયાએ સ્થાનિકો આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...