આગના કારણે અફરાતફરી:વલસાડના ઉમગરગામની સરીગામ GIDCમાં વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગના કારણે કંપનીના કામદારોમાં ભાગદોડ મચી હતી
  • આસપાસની કંપનીના કામદારો મદદે દોડી આવ્યા હતા

વલસાડ જિલ્લાના ઉમરગામની સરીગામ GIDCમાં આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં આજે સવારે અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટના બનતા સ્થાનિક લોકો અને કંપનીના કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ સારીગામ GIDC ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. સદનસીબે તમામ કામદારો બહાર નીકળી જતા જાનહાનિ થતા અટકી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન કંપનીના પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે આજુબાજુની કંપનીના કામદારો પણ મદદ કરવા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સરીગામ GIDCની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સમગ્ર ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. સરીગામ ફાયર વિભગની ટીમે ઉમરગામ GIDCની ટીમની મદદ લેવામાં આવી હતી.

ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી ખાતે ની વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટની ઘટના ભિલાડ પોલીસની ટીમને થતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે મદદે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...