તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણી:સિવિલના આઇસોલેશન વોર્ડના પેસેઝમાં ફાયર સિલિન્ડર મુકાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે ચકાસણી હાથ ધરાશે

અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે મધ્ય રાત્રે કોવીડ હોસ્પિટલના ICU વોર્ડમાં અગ્નિકાંડમાં 8 જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને લઈને વલસાડની કોવીડ હોસ્પિટલમાં ભાસ્કરની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વલસાડની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવેલા કોવીડ આઇસોલેશન વોર્ડમાં અને વોર્ડની બહાર ફાયર સેફટીના સાધનોનો ન હતા.

ફાયર સેફટીના સાધનોની તપાસ કરવામાં આવશે
શુક્રવારે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોમાં દોડધામ મંચિગઈ હતી. તાત્કાલિક સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના આઇસોલેશન વોર્ડના પેસેજમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સુરક્ષા માટે તાત્કાલિક ફાયર એક્સિસ સિલિન્ડર મુકવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ફાયર સેફટી વિભાગના અધિકારીએ જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલોમાંથી ફાયર વિભાગની NOC મંગાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...