ભીષણ આગ:દમણના ડાભેલમાં આવેલી થર્મોકોલ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં, આગ લાગવાનું કારણ અકબંધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ ઉપર કાબુ મેળવવા દમણ, વાપી નગર પાલિકા, વાપી નોટિફાઇડ સહિતની 10થી 12 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઉપર કાબુ મેળવ્યો

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી થર્મોકોલ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા શ્રમિકોએ અને કર્મચારીઓમાં ભારે દોડધામ નાચી ગઈ હતી. ઘટનાની જાણ કંપનીના સંચાલકોને થતા કંપનીના સંચાલકોએ તમામ કામદારોને સુરક્ષિત બહાર નીકળી જવા જણાવી ઘટનાની જાણ દમણ ફાયર વિભગની ટીમને કરી હતી. દમણ ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાપી નગર પાલિકા, નોટિફાઇડ સહિત 10થી 12 જેટલી ફાયર વિભગની ટીમની મદદ મેળવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે કામદારોને કોઈ નુકસાન થયું ન હતું. આગની ઘટનામાં કંપનીમાં થર્મોકોલના સામાનને ઘણી નુકસાની પહોંચી હતી. આગની ઘટનામાં થર્મોકોલ બનાવવાનું રો મટીરીયલ અને થરમકોલ બનેલો તૈયાર માલ બળીને ખાક થઈ ગયો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે બપોરના આસપાસ થર્મોકોલના બોક્સ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ઉઠી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં લાગેલી ભીંષણ આગને બુઝાવવા માટે દમણ ઉપરાંત સ્થાનિક કંપનીઓના અને વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડના ફાયર જવાનોને જાણ કરી ફાયર બ્રાઉઝર મંગાવી પાણીનો મારો ચલાવી બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.

સમગ્ર ઘટના અંગે દમણ ફાયર ઓફિસરના એ કે વાળાએ જણાવ્યું હતું કે કંપની તરફથી આગની જાણકારી મળ્યા બાદ તેમની ટીમ અને વાપી દમણ સેલવાસ મળી અંદાજિત 10 થી 12 જેટલા ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબુ મેળવ્યો છે. કંપનીમાં લાગેલી આગ સૌપ્રથમ કંપનીના ઉપરના માળે લાગી હતી કંપનીમાં થરમોકોલ ના બોક્સ બનાવતા હોય તેમાં પેટ્રો કેમિકલ નું પ્રમાણ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીમાં રહેલ તૈયાર મટિરિયલ અને રોમટીરીયલ બળીને ખાખ થયું છે. આગની આ ઘટનામાં ફાયર વિભાગે કંપની સંચાલકો પાસે ફાયર અંગે કેવી સુવિધા હતી તેની તપાસ પણ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કંપનીમાં ફાયર એસ્ટિંગ્યુઝર હોય તેના દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જેથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગ તે દિશામાં પણ તપાસ કરશે કે કંપનીમાં ફાયર સેફટી ને લઈને કેવી સુવિધા હતી.

અન્ય સમાચારો પણ છે...