મીલમાં વિકરાળ આગ ભભૂકી:સેલવાસની સોરઠીયા મસાલા મીલમાં ભીષણ આગ, પાંચ જણાનું રેસ્ક્યૂ કરાયું, આગ બૂઝાવવા આવી રહેલું ફાયર ફાઇટર પલટી જતાં ત્રણ કર્મી ઇજાગ્રસ્ત

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી
  • આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
  • દમણના ફાયર વિભાગની ટીમનું ફાઇટર લવાછા પાસે પલ્ટી જતાં ત્રણ ઇજાગ્રસ્ત

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સાથે સાથે આગ બૂઝાવવા આવી રહેલું દમણ ફાયર વિભાગનું ફાયર ફાઇટર લવાછા પાસે અચાનક પલટીખાઇ જતાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

મીલમાં ભીષણ આગ લાગતાં પાંચનું રેસ્ક્યું કરાયું
મીલમાં ભીષણ આગ લાગતાં પાંચનું રેસ્ક્યું કરાયું

કામદારોમાં દોડધામ મચી
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના ST ડેપોની નજીક આવેલી પ્રખ્યાત મસાલા મીલમાં બુધવારે મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મસાલા મીલના માલિકનો પરિવાર પણ મીલની ઉપર બનાવેલા મકાનમાં રહેતા હતા. ત્યારે રાત્રે દસ વાગ્યાના સુમારે અચાનક મીલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી. જેથી અંદર કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

પાંચનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું
​​​​​​​મીલના મેનેજરે સમયસૂચકતા વાપરીને કામદારોને લઈને તાત્કાલિક મિલની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સેલવાસના નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઉપરાંત મીલ માલિકના પરિવારનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. વાપી સને સરીગામની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. મસાલા કંપનીમાં આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ફાયર ફાઇટર પલ્ટી ગયું
ફાયર ફાઇટર પલ્ટી ગયું

લવાછા પાસે ફાયર ફાઇટર પલટી ગયું
આગ ઉપર કાબુ મેળવવા આવી રહેલા દમણના ફાયર વિભાગની ટીમનું ફાયર ફાઇટર લવાછા પાસે અચાનક પલ્ટી ગયું હતું. દમણ ફાયર ફાઇટર નં. DD-30-L-0102 2018 અચાનક પલટી જવાથી ફરજ બજાવતા 3 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ 108ની ટીમની મદદ મેળવી ફાઈયર ફાઈટરમાં ઇજા પામેલા ફાયર વિભાગના જવાનોની બચાવ કામગીરી સ્થાનિક લોકોએ હાથ ધરી હતી 108 ની ટીમલી મદદ મેળવી ફાયરના ઇજાગ્રસ્ત ત્રણ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...