તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકડ્રિલ:વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે આગ લાગી : વહીવટી તંત્રએ મોકડ્રિલ યોજી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને સતર્કતા માટે મોકડ્રિલ યોજાઈ

રાજ્યમાં થોડા દિવસો પહેલા કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં બનેલી આગની ઘટનાને લઈને કોરોના સંક્રમિત દર્દીઓ આગની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જે ને લઈને વલસાડ શહેરની કસ્તુરબા હોસ્પિટલ ખાતે રવિવારે આગની ઘટનાની મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં હોસ્પિટલના સ્ટાફની સતર્કતા જોવા મળી હતી.

ભરૂચ, રાજકોટ અને અન્ય શહેરોમાં આવેલા કોવિડ વોર્ડમાં 24X7 ચાલતા ઓક્સિજન અને વેન્ટિલેટરને લઈને ICU વોર્ડમાં અચાનકની દુઘટના ઘટી હતી. જેને લઈને કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓના મૃત્યુ પણ નિપજ્યા હતા. જે ઘટનાને લઈને વલસાડનું વહીવટી તંત્ર પણ સતર્ક થયું હતું. રવિવારે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે આગની ઘટનાનું મોકડ્રિલ યોજવામાં આવી હતી. વલસાડ પ્રાંત અધિકારીની આગેવાનીમાં મોકડ્રિલ યોજાઈ હતી.

કસ્તુરબા હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગની ઘટનાનું રવિવારે મોકડ્રિલ યોજી જતી. જેમાં આગની ઘટનાનું મોકડ્રિલ કરી સ્ટાફની સતર્કતા ચકાસવામાં આવી હતી. મોકડ્રિલ શરૂ થતાની સાથે સ્ટાફની કામગીરી ઉપર વોચ કરીને તમામ કામગીરી નોંધ કરવામાં આવી હતી. સ્ટાફની ખૂટતી કડીઓની સમીક્ષા કરીને ક્ષતિઓ દૂર કરવા પ્રાંત અધિકારીએ સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...