નજીવી બાબતે મારામારી:વલસાડના તિથલ ગામમાં વાંકી નદી પાસે બાઈક ફાસ્ટ ચલાવવાના મુદ્દે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના તિથલ રોડ ઉપર સ્પીડમાં ચલાવતા બાઈક ચાલકોને લઈને ઘણી વખત અકસ્માતો થતા રહે છે. જેને લઈને સ્થાનિક લોકો વારંવાર ઓવર સ્પીડે ચલાવતા વાહન ચાલકોને ટકોર કરતા રહે છે. જેમાં વલસાડ રેલવે યાર્ડના એક બાઈક ચાલકને તિથલ ગામના ગેરેજ સંચાલકે બાઈક સ્પીડમાં ન ચલાવવા મુદ્દે ઠપકો આપતા બાઈક ચાલકે તેના ભાઈઓ અને મિત્રોને બોલાવી તિથલ ગામ ખાતે યાર્ડ અબે તિથલના સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતો. ઘટનાની જાણ સીટી પોલીસની ટી.ને થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આ યાર્ડના યુવકો ભાગી ગયા હતા. પૈકી 1 યુવકને સ્થાનિક લોકોએ પકડી સીટી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે મથકે ગેરેજ સંચાલકે 6 યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તિથલ થી વલસાડ આવતા રોડ ઉપર સાંઈ સર્વિસ સેન્ટર ગેરેજ પાસે એક સ્પ્લેન્ડર બાઈક નો ચાલક પૂર ઝડપે બાઈક હંકારી વલસાડ તરફ જઈ રહ્યો હતો. જેને લઈને, ગેરેજ સંચાલક વિરલ રમણલાલ પટેલે યુવકને બાઈક ધીમે હંકારવા થપકો આપતા, બાઈક ચાલકે ફોન કરી તેના મિત્રોને બોલાવી તિથલ ગામ ખાતે આવેલા સાંઈ સર્વિસ સેન્ટર ગેરેજ ખાતે બોલાવી વિરલ સાથે ગાળા ગાળી અને ઝઘડો તકરાર કરવા લાગ્યા હતા. બાઈક ચાલકનો ભાઈ, મારા ભાઈને બાઈક ધીમે ચલાવવા કેમ કહ્યું તેમ કહી ઉશ્કેરાઈ જઈને વિરલ પટેલ સાથે ઝઘડો કરતા, ગામના સ્થાનિક લોકો અને અગ્રણીઓ દોડી આવ્યા હતા. જેમાં બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસને બનાવની જાણ કરતા, પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એક યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. સિટી પોલીસ મથકે વિરલ પટેલે છ યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...