તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Fiasco Of Readiness Test In The District 95 Percent Pvt. Teachers Boycotted, Protesting And The Education Department Demanded A Test

શિક્ષકની પરીક્ષા:જિલ્લામાં સજ્જતા કસોટીનો ફિયાસ્કો 95 ટકા પ્રા. શિક્ષકોએ બહિષ્કાર કર્યો, વિરોધ ઉઠતાં શિક્ષણ વિભાગે કસોટી મરજિયાત કરી હતી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારે કરેલી અપીલ બાદ 4913 પૈકી માત્ર 305 શિક્ષકોએ કસોટી આપી

રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે યોજાયેલી શિક્ષકોની સજ્જતા કસોટીમાં ભાગ લેવાના ફરમાનને નહિવત પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં આ મામલે ઉઠેલા ભારે વિરોધના પગલે સરકારે કસોટી મરજિયાત કરવી પડી છતાં વલસાડ જિલ્લામાં 94.15 ટકા શિક્ષકોએ અળગા રહી સજ્જતા કસોટીનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષકોના આ પગલાંથી સજ્જતા કસોટી સામેનો ઉગ્ર વિરોધ સપાટી ઉપર આવી જતાં આ મુદ્દો વિવાદના એરણો ચઢ્યો છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરી બાદ તેમની શિક્ષણકાર્યની ગુણવત્તાનું મુલ્યાંકન કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની મંગળવારે સજ્જતા કસોટી લેવાની જાહેરાત કરતા મહત્તમ પ્રાથમિક શિક્ષક સંઘમાં વિરોધ ઉભો થઇ જતાં મામલો વિવાદે ચઢી ગયો હતો. જો કે શિક્ષણ મંત્રીએ આ કસોટી મરજિયાત હોવાનું જાહેર કરવા છતાં મંગળવારે વલસાડ જિલ્લામાં લેવામાં આવેલી પ્રાથમિક શિક્ષક સજ્જતા કસોટીથી અલિપ્ત રહેતાં 94.15 ટકા શિક્ષકોએ બહિષ્કાર કરી વિરોધની લાગણી દર્શાવી હતી.

આ સજ્જતા કસોટીમાં વલસાડ જિલ્લાના કુલ 5218 પ્રાથમિક શિક્ષકોમાંથી માત્ર 305 શિક્ષકો જ જોડાયા હતા. જ્યારે બાકીના 4913 જેટલા પ્રાથમિક શિક્ષકોએ બહિષ્કાર કરતાં તેઓ આ મરજિયાત કસોટીમાંથી અળગાં રહ્યા હતા. આમ જિલ્લામાં કસોટીને લઈ મોટા ભાગના શિક્ષકોમાં વિરોધ જોવા મળ્યો.

ક્યા તાલુકામાં કેટલા શિક્ષકોનો બહિષ્કાર

તાલુકોશિક્ષકોની કુલ સંખ્યાવિરોધ કરનારકસોટી આપનારવિરોધની ટકાવાણી
કપરાડા145514272898.08
ધરમપુર10409726893.46
ઉમરગામ9108268490.77
વલસાડ85373312085.93
પારડી498496299.6
વાપી462459399.35
કુલ5218491330594.15

જિલ્લામાં 100થી વધુ સીઆરસી કલસ્ટરોમાં કસોટીનું આયોજન હતું
પ્રાથમિક શિક્ષકોના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં પ્રા.શિક્ષકોની મંગળવારે સજ્જતા કસોટી લેવા માટે વલસાડ,પારડી, ધરમપુર,વાપી,કપરાડા અને ઉમરગામ તાલુકાઓમાં સીઆરસીના 100થી વધુ કલસ્ટરો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયા હતા.જ્યાં પ્રાથમિક શિક્ષકોએ કસોટી આપવા કલ્સટર સેન્ટરમાં બેસીને પ્રશ્નપત્રની શીટ ભરવાની હતી .

પારડી અને વાપી 99 ટકાથી વધુ શિક્ષકો ગેરહાજર
વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સજ્જતા કસોટીનો સૌથી વધુ વિરોધ પારડી અને વાપી તાલુકામાં સરેરાશ હાજરી જોતા જોવા મળ્યો હતો.પારડી કલ્સટર સેન્ટરમાં તાલુકાના કુલ 498માંથી 496 શિક્ષકોએ બહિષ્કાર કરતાં માત્ર 2 શિક્ષક જોડાતા 99.60 ટકા શિક્ષકોનો વિરોધ સામે આવ્યો હતો.જ્યારે વાપી તાલુકાના 462 પૈકી 459 શિક્ષકોએ છેલ્લા ઘડીએ બહિષ્કાર કરતા 99.35 ટકા શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો હતો.આમ પારડીમાં 2 અને વાપીમાં માત્ર 3 શિક્ષક સજ્જતા કસોટીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...