રાજ્ય હવામાન વિભગની આગાહી ને લઈને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને લઈને વલસાડ જિલ્લામાં 37 હજાર હેકટરમાં લેવાતા કેરીના પાકમાં નુકશાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આગામી દિવસમાં ભેજ વાળું હવામાન રહેશે તો નવા ફ્લેવરિંગ ઉપર વધુ અસર જોવા મળશે. અત્યારે વરસાદને લઈને આંબા વાડીમાં તૈયાર થતા ફ્લેવરિંગ ખરી ગયા છે. જેને લઈને વલસાડ જિલ્લામાં 37 હજાર હેકટરમાં ખેડૂતોને 50 ટકાથી વધુનું નુકશાન થવાન થશે હવામાન વિભાગની આગાહી લઈ હજુ વરસાદ પડશે તો જિલ્લામાં કેરીનો પાક કરતા લેતા ખેડૂતોએ રાતાં પાણીએ રોવાનો વાળો આવશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 37,344 હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે જેમાં હાલ ફ્લાવરિંગ અને કેટલીક આંબાવાડીઓમાં કેરીનો પ્રથમ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં માવઠાની અસર જોવા મળી રહી છે જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને કેરીઓને નુકશાન થવા પામ્યું છે આંબા વાડીઓમાં પવનના કારણે આંબાઓ ઉપરથી કેટલીક કેરીઓ ખરી પડી હતી. જ્યારે ફ્લાવરિંગ આવતા આંબામાં ફ્લાવરિંગ ખરી પડ્યા હતા. જેને લઈને ખેડૂતોને 50 ટાકાથી વધુ આંબાવાડીઓમાં થવા પામ્યું છે વલસાડ જિલ્લામાં આવનાર 3-4 દિવસમાં વાદળછાયું વાતાવરણ દૂર ન થાય અને વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા આગહી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં આવેલી 37,344 હેક્ટર આંબાવાડીમાં જો કમોસમી વરસાદ પડે અને સતત હજુ 2 દિવસ વધુ વાદળછાયું કે ભેજવાળું હવામાન રહે તો ખેડૂતોની આંબવાડીઓમાં કેરીના પાકમાં ફૂંક લાગવાની ભીતિ સતાવી રહી છે સાથે આંબા વાડીઓમાં જો વધુ નુકશાન થાય તો ખેડૂતો રોવાનો વાળો આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.