તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે તંત્રના આંખ આડા કાન:વલસાડ સ્ટેશન નજીકની વરસાદી ગટર રેલવે વિભાગે પૂરી દેતા 2 હજાર મકાનોમાં જળબંબાકાર થવાની ભીતિ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે મામલો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉઠાવ્યો, રેલવે ફ્રેઇટ કોરિડોરના પ્રોજેકટમાં રેલવે તંત્રના આંખ આડા કાન

વલસાડ શહેરના મોગરાવાડી ઝોનમાં આગામી ચોમાસા દરમિયાન 2 હજાર મકાનો ઉપર જળબંબાકારનો પ્રકોપ મંડરાઇ રહ્યો છે.ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનની પૂર્વ વિસ્તારની દિશાએથી વર્ષોથી પસાર થતી 500 ફુટની સ્ટોર્મ વોટર ગટર 75 ટકા પૂરી દેવામાં આવતાં વિવાદ ઉભો થયો છે. ચિંતાજનક સ્થિતિ વચ્ચે આ વિસ્તારની 8 હજારની વસતીના લોકોને ચોમાસામાં પાણીના ભરાવાનો સામનો કરવાની ભીતિ ઉભી થતાં વિપક્ષ નેતાએ મામલો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચેરમેન અને કલેકટર સમક્ષ ઉઠવ્યો છે.

વલસાડ સ્ટેશનને લાગૂ પૂર્વ તથા પશ્ચિમ રેલવે હદમાંમોગરાવાડીમાં 8 હજારની વસતી ધરાવતા વિસ્તારને લાગૂ સ્ટેશનથી છીપવાડ ગરનાળા સુધી DFCC રેલવે વિભાગે કોરિડોર રેલવે લાઇનની કામગીરી હાથ ધરતા સ્ટોર્મ વોટર ગટરનું લગભગ પૂરાણ કરી દેવા મામલે વિવાદે પાલિકાના આ વોર્ડના કાઉન્સિલરો ટેન્શનમાં આવી ગયા છે.

જો તેનાથી બે માસ પછી આવનારા ચોમાસામાં જળબંબાકારની તલવાર 2 હજાર મકાનો સામે તોળાઇ રહી છે.જેનાથી જો નુકસાન થશે તેની લોક ફરિયાદો કાઉન્સિલરો સમક્ષ ઠલવાશે તે મુશ્કેલી સર્જાય તે પહેલા તેના નિરાકરણ માટે વિપક્ષ નેતાએ સ્થાનિક કોર્પોરેટરો સાથે આ મુદ્દો રેલવે તંત્ર બાદ હવે કલેકટર સમક્ષ ઉઠાવ્યો છે.આ મામલે ડીઆરએમ કચેરીમાં ઘા છતાં રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા કોઇ પગલાં ભરાયા નથી. જેથી સ્થિતિ વણસવાની ભિતી દર્શાવી છે.

DRMની સૂચનાને તંત્ર ઘોળીને પી ગયું
ડીઆરએમ સત્યકુમાર ગુપ્તા,ડીએફસીસીના મુખ્ય અધિકારી યુ.કે.સિંગને સાંસદ ડો.કે.સી.પટેલે સ્થળ નિરીક્ષણ કરાવ્યું હતું.જેમાં ડીઆરએમએ તત્કાલ પગલાં ભરવા ડીએફસીસી વિભાગ અને સંબંધિત તંત્રને સૂચના આપી હતી.જેને એક માસ થવા છતાં રેલવેનું તંત્ર ડીઆરએમની સૂચનાને ઘોળીને પી ગયું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેલવેને હુકમ કરે
રેલવે સ્ટેશન પૂર્વથી ઔરંગાનદી સુધીની ગટર વચ્ચે પૂરાણ કરી સાંકડી બનાવવા સામે લોકોમાં ભારે રોષ પર્વતી રહ્યો છે.આ રોષ ચોમાસા સર્જાનારી વિકટ પરિસ્થિતિમાં ભભૂકી ઉઠે તેવી પૂરી શક્યતા જોતાં વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને ફરિયાદોનો નિકાલ લાવવા કલેકટર રેલવેને તાત્કાલિક હુકમ કરે તેવી માગણી કરાઇ છે.

ગટર 20 ફુટથી 3 ફુટની થઇ ગઇ
મોગરાવાડીમાંથી નિકળતા વરસાદી પાણીની 20 ફુટની સ્ટોર્મ વોટર ગટર હતી. જે ડીએફસીસી કોરિડોરની કામગીરીમાં 2 થી 3 ફુટની કરી દઇ 75 ટકા ગટરનું પૂરાણ થઇ ગયું છે. જેથી ગટર સાંકડી થતાં વરસાદી પાણી હવે આ વિસ્તારમાં જ પથરાઇ ઘરોમાં ઘૂસી જવાની ભીતિ છે. > ગીરીશ દેસાઇ,વિપક્ષ નેતા,વલસાડ પાલિકા

અન્ય સમાચારો પણ છે...