ખેડૂતો ચિંતિત:વલસાડના કપરાડા અને વાપી તાલુકામાં કમોસમી વરસાદ, રવિ પાક તેમજ ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ

વલસાડ2 મહિનો પહેલા
  • ડાંગરના પાકની કાપણી બાદ ખેતરમાં પડેલા ઢગલા પલળી જતા ખેડૂતોને નુકસાન

વલસાડ જિલ્લાના કપરાડા અને વાપી તાલુકામાં આજે ગુરૂવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રવિ પાકમાં નુકસાન તેમજ કપાયેલી ડાંગર વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જે આગાહીને લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગુરુવારે બપોરે વલસાડના કપરાડા અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

કપરાડા અને વાપી તાલુકામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવાળી બાદ ડાંગરની કાપણી કરવામાં આવી હતી. ત્યારે કાપણી કરેલું ડાંગરને સૂકવવા માટે ખેડૂતોએ ઢગલા કરી મુક્યા હતા. જેમાં કમોસમી વરસાદ આવતા ડાંગર પાલળી ગયા હતા. તેમજ રવિ પાક અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં પણ વરસાદ થતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...